• મંગળવાર, 10 ડિસેમ્બર, 2024

ખ્યાતિ હોસ્પિટલ કાંડ : કાર્તિક પટેલ કતારમાં છૂપાયાનો ઘટસ્ફોટ

ચેરમેન સહિતની ટોળકીએ PMJAYમાંથી 25 કરોડથી વધુની રકમ મેળવ્યાનું ખુલ્યું

અમદાવાદ, તા.ર9: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસી કૃત્ય કરનારા તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડના રોજે રોજ અવનવા ખુલાસા થઈ રહ્યાં છે તેમજ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે ત્યારે આ કેસનો ફરાર આરોપી કાર્તિક પટેલ અંગે મોટો ખુલાસો થયો છે.

કાર્તિક ન્યુઝીલેન્ડ છોડીને કતારમાં છૂપાયાનો ઘટસ્ફોટ થયો છે. પીએમજેએવાય યોજનાના ડૉક્ટર્સ સાથે કાર્તિક સંપર્ક કરાવતો હતો. સંપર્ક કરાવ્યા બાદ ચિરાગ તબીબોને સાચવવા માટે મોંઘી ગિફ્ટ અને દારૂ આપતો હતો ત્યારે આરોગ્ય વિભાગના તબીબો સામે પણ કાર્યવાહી થઈ શકે છે. ખ્યાતિ હોસ્પિટલમાં અગાઉ કામ કરી ચૂકેલા તબીબોની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ખ્યાતિ હોસ્પિટલના ર4 પૂર્વ

કર્મચારીમાંથી 4 કર્મચારીઓના નિવેદન લેવાયા છે. ગેરરીતિ ચાલતી હોવાથી અગાઉ અનેક તબીબોએ હોસ્પિટલ છોડી હતી. હોસ્પિટલના 4 પૂર્વ ડૉક્ટર્સના 164 મુજબ નિવેદન લેવાયા છે.

ક્રાઈમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પુછપરછ માટે બોલાવી પૂછપરછ આદરી હતી. પીએમજેએવાય યોજનાના અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠનો આક્ષેપ થઈ રહ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક મંજૂરી મળી જતી હતી. ક્રાઈમ બ્રાંચે પીએમજેએવાયની ઓફિસમાંથી 11 મુદ્દાઓ અંગે માહિતી માંગી હતી પરંતુ પીએમજેએવાય ઓફિસના અધિકારીઓથી લઈને કર્મીઓ ક્રાઈમ બ્રાંચને સહયોગ આપતા ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેને પગલે ક્રાઈમ બ્રાંચે હવે પીએમજેએવાયના અધિકારીઓથી લઈને કર્મીઓને બીએસએન એક્ટ 17પ મુજબ નોટીસ પાઠવી હોવાનુ સામે આવ્યું છે. રિમાન્ડ દરમિયાન ચિરાગ રાજપૂતે ક્રાઈમ બ્રાંચ સમક્ષ તેણે ખ્યાતિ હોસ્પિટલમાં 1.રપ કરોડનું રોકાણ કર્યાનું નિવેદન આપ્યું છે.

ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, ડૉક્ટર સંજય પટોળિયા, રાજશ્રી કોઠારીએ કરોડો રૂપિયા કમાવવા દર્દીઓના વગર વાંકે હાર્ટના ઓપરેશન કરીને પીએમજેએવાયમાંથી રપ કરોડથી વધુ રકમ મેળવી હોવાનું ક્રાઈમ બ્રાંચની તપાસમાં આવ્યું છે. પોલીસે પકડેલી સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલને ક્રાઈમ બ્રાંચની ટીમે કાળા બુરખા પહેરાવીને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ક્રાઈમ બ્રાંચે પાંચ આરોપીને સાથે રાખી એક કલાક સુધી નાણાકીય સર્ચ ઓપરેશન કરીને બે સીપીયુ અને કેટલીક ફાઈલો જપ્ત કરી હતી. દરમિયાન ડૉક્ટર સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારીને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચની 3 ટીમોએ અલગ-અલગ શહેરોમાં શોધખોળ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક