• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

જૂનાગઢમાં રૂ.ર.43 કરોડની ઠગાઈમાં બિલ્ડર- સાગરીત રાજસ્થાનથી ઝડપાયા

બિલ્ડરના આગોતરા જામીન નામંજૂર થયા’તા

જૂનાગઢ, તા.રર : ચોબારી રોડ પર સાઈટ ધરાવતા બિલ્ડર મનીષ મોહનલાલ કારિયાએ મકાન ખરીદવા ઈચ્છુક લોકોને સસ્તામાં મકાન બનાવી આપવાની લાલચ આપી અલગ અલગ સ્કીમ હેઠળ 19થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂ.ર.43 કરોડની રકમ ઉઘરાવી ફરાર થઈ ગયેલા બિલ્ડર અને સાગરીતને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લીધા હતા.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, જૂનાગઢમાં મધ્યમવર્ગના લોકોને સસ્તામાં મકાન બનાવી આપવાની લાલચ આપી બિલ્ડર મનીષ કારિયા અને તેના સાગરીત સંજય ભંડારીએ 19થી વધુ વ્યક્તિઓ પાસેથી રૂ.ર.43 કરોડનું ઉઘરાણું કરી લીધા બાદ ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે બન્ને શખસ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બિલ્ડર મનીષ કારિયાએ આગોતરા જામીન મેળવવા અરજી કરતા કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

દરમિયાન ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે રાજસ્થાન કોટા ખાતેથી જૂનાગઢના ચોબારી રોડ પર આદીત્ય એવન્યુ પાર્કમાં સોસાયટીમાં રહેતા મનીષ મોહનલાલ કારિયા અને મૂળ વલસાડનો અને હાલમાં જૂનાગઢમાં રહેતા સંજય ઉર્ફે સંજુ મન્ન ભંડારીને ઝડપી લીધા હતા. પોલીસે બન્ને શખસોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025