બે
ત્રણ મહિને ઘાણીના તેલમાં ભેજની ફરિયાદ: મોટાંભાગના પાસે ફૂડ લાયસન્સ નથી, જીએસટીની
પણ ચોરી
રાજકોટ,તા.22:
(ફૂલછાબ ન્યૂઝ) મોંઘું એટલું ઉત્તમ જ હોય એ જરુરી નથી અને સસ્તું હંમેશા ખરાબ નથી હોતું.
સીંગતેલની બાબતમાં વિધાન બંધબેસતું છે. છેલ્લાં પાંચ સાત વર્ષથી બહ્ન પ્રખ્યાત થયેલાં
ઘાણીમાંથી ખરીદેલા મોંઘા તેલની ગુણવત્તા સંબંધે ઘાણી (ફરિયાદો) થવા લાગી છે. ગુણવત્તા
ગ્રાહકને સ્પર્શે છે, હવે ફૂડ લાયસન્સ, જીએસટી નોંધણી અને લેબલીંગ જેવા સરકારને સ્પર્શતા
મુદ્દા પણ ઉપસ્થિત થઇ રહ્યા છે. ઘાણીના નામે લોકોને રિફાઇન્ડ તેલ પધરાવવાના કિસ્સા
બને છે.
નામી
બ્રાન્ડ કરતા ઉંચા ભાવ ચૂકવીને લોકો હસતા મોઢે મિની ઘાણી કે ઘાણાનું સીંગતેલ ખરીદવાનું
ગર્વ અનુભવે છે. જોકે બે અઢી મહિને વાસ આવવાની રાવ ઉઠે છે. મોટાંભાગના ઘાણાવાળા ફૂડ
લાયસન્સ વિના તો અસંખ્ય લોકો જીએસટી ભર્યા વિના ડબા વેંચે છે. કેટલાક લેભાગુ તત્વો
તો બહારથી રિફાઇન્ડ તેલ ખરીદીને ઘાણાનું હોવાનો પ્રચાર કરીને પધરાવી રહ્યા હોવાની ચર્ચા
બજારમાં ચાલી છે. ઘાણાનું સીંગતેલ વિખ્યાત થતા હવે ઘણું ખોટું કામકાજ થઇ રહ્યું હોવાની
માહિતી પ્રાપ્ત થઇ છે.
તાજેતરમાં
થયેલા એક સર્વે પ્રમાણે સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં અઢી હજાર કરતા વધારે ઘાણીનું
અસ્તિત્વ છે. કાયદેસર અને નીતિમત્તાથી ઉત્પાદન અને ધંધો કરનારા લોકોની ટકાવારી માંડ
પાંચથી દસ ટકા હશે પણ હવે ઘાણીના નામે ગુણવત્તામાં ઘાલમેલ, નબળા તેલ પધરાવી દેવાની
વૃત્તિ જોર પકડી રહી છે. અસંખ્ય લેભાગુ તત્વોએ ઘાણી ખોલી રાખી છે પણ એ હાથીના દાંત
જેવી છે. તેલ મિલમાંથી સીંગતેલ ખરીદીને ઘાણીમાં એ તેલ બન્યું છે એવો મૌખિક પ્રચાર કરીને
ગ્રાહકોને ધાબડવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થઇ છે.
તેલના
એક વેપારી કહે છે, ઘાણીમાં ફિલ્ટર્ડ તેલ બનતું હોય છે. ભીની-સૂકી મગફળી પીલી નાંખવામાં
આવે છે. તેના લીધે બેથી ત્રણ ટકા ભેજ(એફએફએ) તેલમાં રહી જાય છે. વધુ ભેજ રહી ગયો હોય
એવું તેલ બે ત્રણ મહિને ખોરું થવા લાગે છે. ઘણા નવા ગ્રાહકો તરફથી ફરિયાદ આવી રહી હોવાની
ચર્ચા છે.
ઘાણીમાંથી
તેલ કાઢવું એ ઉત્પાદન પ્રક્રિયા ગણાય છે. એ કારણે ફૂડ લાયસન્સ પણ કાયદેસર લેવાનું થાય
અને વેચાણ થાય ત્યારે જીએસટી પણ વસૂલવાનો થાય. મોડાંભાગની ઘાણીઓમાં આ પ્રકારે કામકાજ
થતું નથી.જીએસટીની બેફામ ચોરી થાય છે. કેટલાક તો એવો બચાવ પણ કરે છેકે, અમે સર્વિસ
આપીએ છીએ. ખેડૂતોની મગફળીનું પીલાણ કરી આપીએ છીએ. એની સામે ચાર્જ લઇએ છીએ. તેલ વેંચતા
નથી. જોકે બહુધા કિસ્સાઓમાં એ વાત સાચી નથી.
નામી
બ્રાન્ડના રિફાઇન્ડ તેલના ડબાનો ભાવ 15 કિલોએ રૂ. 2500 આસપાસ છે. પણ ભાગ્યે જ કોઇ ઘાણીવાળા
આ ભાવથી વેંચે છે. જી-20નું તેલ, ઓર્ગેનિક મગફળીનું તેલ, મગડીનું તેલ વગેરે જેવા નામ
આપીને બજારના ડબા કરતા ત્રણસોથી છસ્સો રૂપિયા ઉંચા અર્થાત ત્રણ હજાર કે તેનાથી વધારે
રૂપિયા પડાવાય છે. લોકો ઉંચા દામ ચૂકવીને હસતા મોઢે તેલ ભરે છે પણ વાસ્તવિકતાથી અજાણ
હોય છે.