રૂા.17.82
કરોડની 98,845 ચો.ફૂટ જમીન ખુલ્લી કરાવાઈ :
એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરી
જામનગર,
તા.22 : જામનગર શહેરમાં નદીનાં પાણીને તેમજ સરકાર દ્વારા મંજૂર કરેલા રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ
માટે અવરોધરૂપ બનતા અને સુભાષ બ્રિજ નીચે આવેલા ગેરકાયદેસર બાંધકામો અંગે કમિશનર અને
જિલ્લા પોલીસ વડાએ ગઈકાલે જાત નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમ્યાન બચુનગર વિસ્તારમાં
આવેલાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પછી આજે સવારથી
મેગા ડિમોલિશન એસ્ટેટ શાખાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધર્યું હતું. જેને લઈ લોકોનાં
ટોળાં એકત્ર થયાં હતાં. આજે બચુનગરમાં આવેલાં બાંધકામો પૈકી 12 મકાન દૂર કરવા મેગા
ઓપરેશન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવ્યું
હતું. આ ડિમોલિશન કરવા માટે ચાર જેસીબી સહિતની મશીનરીને જોડવામાં આવી હતી.
સુભાષબ્રીજ
નીચે નદીના પટમાં ખડકાયેલાં દબાણો દૂર કરવા માટે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત અને
સુનિલ ભાનુશાળી, ડીવાયએસપી જયવીરાસિંહ ઝાલા, પીઆઇ નિકુલાસિંહ ચાવડા સહિતના સ્ટાફ સાથે
પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના સુભાષ બ્રિજ નીચે નદીના પટમાં ખડકાયેલા
12 મકાન અંગે એસ્ટેટ અધિકારી નીતિન દીક્ષિત દ્વારા અપાયેલી માહિતી મુજબ નદીના પટમાં
98,445 ફૂટ જમીનમાં 54,045 ફૂટ બાંધકામ ખડકાયેલાં છે. આ 12 મકાન તોડી પાડવા માટે આજે
ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે અને સરકારી 17.62 કરોડની જમીન
પરનાં દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવશે. આજે આ મેગા ડીમોલિશન કામગીરી ચાલતી
હતી ત્યારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.