મૃતક કોલેજમાં હોમીયોપેથીકનો અભ્યાસ કરતો
હતો
રાજકોટ,
તા.ર : મેટોડામાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા યુવાનએ પરીક્ષામાં પેપર સારા નહી
જતા ચિંતામાં ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આ અંગેની
વિગત એવી છે કે, મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં રહેતા સૌરવ પ્રફુલ્લભાઈ પરમાર નામના કોલેજીયન
યુવાને તેના ઘેર છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગેની
જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ અંગે
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સૌરવ ગાર્ડી કોલેજમાં હોમીયોપેથીકનો અભ્યાસ કરતો હતો
અને પરીક્ષામાં પેપર સારા નહી જતા તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું ખુલ્યું હતું.
મૃતક સૌરવ બે ભાઈમાં મોટો હતો. આ બનાવના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે
જરૂરી કાર્યવાહી કરી હતી.