• રવિવાર, 27 એપ્રિલ, 2025

ગુજરાત રમખાણોના પીડિતોના સંબંધીઓને સરકારી ભરતીમાં છૂટછાટ રદ કરતી સરકાર ગુજરાતના મુખ્ય સચિવને ગૃહમંત્રાલયે લખ્યો પત્ર : 2007માં શરૂ કરાયેલી નીતિ પાછી ખેંચવાની સૂચના

અમદાવાદ, તા.14 : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારની નોકરીઓ માટે વય છૂટછાટ નીતિ પાછી ખેંચી લીધી છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન 2007માં શરૂ કરાયેલી આ નીતિ હેઠળ, પીડિતોના પરિવારને અર્ધલશ્કરી દળો, પોલીસ અને વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગોમાં નોકરી મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. મંત્રાલયે 28 માર્ચે ગુજરાતના મુખ્ય સચિવને સંબોધિત એક આદેશમાં આ નીતિ પાછી ખેંચવાની સત્તાવાર સૂચના આપી હતી, જેમાં જણાવાયું હતું કે આ લાભ હવે તાત્કાલિક અસરથી લાગુ થશે નહીં.

મૂળરૂપે વ્યાપક પુનર્વસન પ્રયાસના ભાગરૂપે, આ નીતિ પીડિતોના પરિવારોને માત્ર નાણાકીય સહાય જ નહીં પરંતુ ભરતીમાં વય છૂટછાટ દ્વારા રોજગારની તકો પણ પૂરી પાડવા માટે બનાવવામાં આવી હતી. 2014માં આ નીતિનો વ્યાપ વધારીને ઇન્ટેલિજન્સ બ્યુરો અને ઈઈંજિ જેવી એજન્સીઓમાં પોસ્ટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં પાત્ર આશ્રિતો માટે પાંચ વર્ષ સુધીની વય છૂટછાટ આપવામાં આવી હતી. આમાં ફક્ત જૈવિક બાળકો જ નહીં પણ દત્તક લીધેલા બાળકો અને જીવનસાથી અથવા ભાઈ-બહેન જેવા આશ્રિત પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં પીડિત અપરિણીત હોય.

2015 માં સુપ્રીમ કોર્ટે સરકારોને રમખાણોનો ભોગ બનેલા પરિવારોને કરુણાના ધોરણે નોકરીઓ આપવાનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે વળતર પહેલાથી જ ચૂકવવામાં આવ્યું છે. જોકે આ મામલો હજુ પણ ન્યાયાધીન  છે. ગૃહ મંત્રાલયના તાજેતરના પગલાથી 2002ના સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત લોકોને રોજગાર આધારિત રાહત પૂરી પાડવાના હેતુથી લાંબા સમયથી ચાલી આવતી નીતિનો અંત આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક