હવામાન ખાતાની ઓફિસ શહેરની બહાર ગઈ એટલે તાપમાનના આંકડા પણ ઉંચા આવવા લાગ્યા ! કેલિબ્રેશન ચેક કરવા હવામાન નિષ્ણાત અશોક પટેલની માગણી
અમદાવાદ,
રાજકોટ, તા. 21: ગુજરાતના વિવિધ શહેરોમાં કાળઝાળ
ગરમી પડી રહી છે, ત્યારે દર વર્ષે રાજકોટમાં માર્ચ અને એપ્રિલમાં મહત્તમ ગરમી પડે છે.
મળતા અહેવાલ પ્રમાણે તાજેતરમાં રાજકોટમાં ગરમીએ માઝા મુકી હતી, જેમાં ગત 10 એપ્રિલ 2025ના રોજ 133 વર્ષનો રેકોર્ડ
તોડી નાખ્યો હતો. 1892 પછી એપ્રિલ મહિનામાં રાજકોટમાં સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન
નોંધાયું હતું એમ જાણવા મળ્યું છે. ગરમીના પ્રારંભથી જ રાજકોટ દિન પ્રતિદિન સમાચારોમાં
ચમકી રહી છે ત્યારે સવાલ એ છે કે શા માટે રાજકોટમાં આટલી ગરમી પડી રહી છે. હવામાન નિષ્ણાંત અશોક પટેલ આ મુદ્દે જણાવે છે કે,
રાજકોટમાં ‘વેધર સ્ટેશન’ અત્યારે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે છે. જેથી તાપમાનનું
માપ પણ ત્યાં જ થાય છે. હિરાસર રાજકોટની બહાર છે અને ત્યાં થતી માપણી મુજબ આંકડા ઉંચા
જ આવે છે. એરપોર્ટ ઉપર આવતી ફ્લાઈછટનું તાપમાન વધુ હોય છે અને સાથે ગરમ પવનથી વેધર
સ્ટેશન આસપાસનું તાપમાન સ્વાભિક રીતે ઉંચુ જ આવે, આ સમગ્ર શહેરનું તાપમાન હોતું નથી. રન વે ઉપરથી ગરમ પવન આવે એટલે વેધર ઓફિસે તાપમાન
ઉંચુ જ નોંધાય, પણ આ જ વસ્તુ શહેરની અંદર માપવામાં આવે તો ઓછું જ નોંધાય, આ હાઉ ઉભો
કરાયો છે.
વધુમાં
તેમણે ઉમેર્યુ હતું કે, અગાઉ એરપોર્ટ શહેરની અંદર હતું ત્યાર કરતા હવે જ્યારે એરપોર્ટ
શહેરની બહાર છે એટલે જ તાપમાનના આંકડા ઉંચા નોંધાવા લાગ્યા છે. આ માટે રાજકોટનું કેલીબ્રેશન ચેક કરવા માગ કરાઈ
છે. એક વખત તો ક્ષતીગ્રસ્ત રિપોર્ટિંગ થયું હતુ. જેથી આસપાસના સેન્ટરનું ચેકિંગ થવું
જોઈએ, કેલિબ્રેશન થવું જોઈએ. બે વેધર સ્ટેશન વચ્ચે આવતા તફાવતનું એનાલિસીસ કાઢવું જરૂરી
છે.
ઉલ્લેખનીય
છે કે, ચાલુ વર્ષની વાત કરીએ તો એપ્રિલ મહિનાના 20 દિવસમાં અમદાવાદ કરતાં રાજકોટ શહેરમાં
ગરમી વધુ નોંધાઈ છે. એપ્રિલના 20માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી
નોંધાઈ છે. 1થી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતાં વધુ જ રહ્યો
છે.
જ્યારે
સોરઠમાં ગરમીમાં આંશિક રાહત બાદ તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો હતો.
-----------------
42
ડિગ્રી સાથે વધુ એક વખત રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું!
અમદાવાદ,
તા. 21: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસ ગરમીએ રાહત આપ્યા બાદ ફરી હવામાન વિભાગે આગામી
3 દિવસ સુધી મહતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર
કચ્છમાં મહતમ તાપમાન 40થી 43 ડિગ્રી રહી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર
કચ્છમાં 22થી 24 એપ્રિલમાં ઉકળાટ અને ભેજવાળા વાતાવરણનો પણ સામનો કરવો પડી શકે છે જ્યારે
આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. આજે પણ મહતમ તાપમાન 42 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર
રહ્યુ છે. નોંધનીય છે કે 1થી 20 એપ્રિલના આંકડાની વાત કરીએ તો 19 દિવસ એવા છે, જેમાં
અમદાવાદ કરતાં રાજકોટનું મહતમ તાપમાન વધુ નોંધાયું છે. દરમિયાનમાં આજે અન્ય શહેરોમાં
40 કે તેનાથી વધુ તાપમાન જોઇએ તો અમદાવાદમાં 40.7, અમરેલીમાં 41.6, બરોડામાં 40 , ભુજમાં 41.1, ગાંદીનગરમાં 40.5 ડિગ્રી
તાપમાન નોંધાયુ છે. જ્યારે અન્ય શહેરો જેમ કે ડીસામાં 39.7, દિવમાં 35.1, દ્વારકામાં
31., કંડલામાં 36.5, પોરબંદરમાં 34.5 અને સુરતમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.