કોમ્પલેક્સની
છતનું સ્ટ્રક્ચર તથા પાર્ક કરાયેલી અનેક ગાડીઓ બળીને ખાક
સુરત,
તા.23: શહેરના પાલનપુર વિસ્તારમાં મોરાભાગળ ખાતેના નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ
કોમ્પલેક્સમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. જેમાં કોમ્પલેક્સમાં પાર્ક કરાયેલી ગાડીઓ
પણ આગે પણ સળગીને ખાક થઇ ગઇ છે. કોમ્પલેક્સની ઉપરની છતનું સ્ટ્રક્ચર પણ બળીને ખાક થઇ
ગયું છે.કેટલાક પ્રમાણમાં નુકસાન થયું તે જાણી શકાયું નથી જેની તપાસ હાલ ચાલુ છે.
મોરાભાગળ
ખાતેના નક્ષત્ર સોલિટિયર નામના કોમર્શિયલ કોમ્પલેક્સમાં શોર્ટ સર્કિટના કારણે શેડમાં
આગ લાગતા અફગરાતફરી મચી ગઇ હતી. આગ એટલી ગંભીર હતી કે તેમાં પાર્ક કરેલી અનેક ગાડીઓ
અને અન્ય સામગ્રી બળીને ખાક થઇ ગઇ છે. જો કે સદ્નસીબે કોઇ માનવ જાનહાની નોંધાઇ નથી.
સ્થાનિક લોકો પણ ઘટનાને લઇને ભયભીત બન્યા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર વિભાગની
ચાર ટીમે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કામગીરી કરી વધારે નુકસાન થતું અટકાવ્યું હતું
અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગના લીધે કેટલું નાણાકીય નુકસાન થયું તેની
તપાસ શરૂ કરવામાં આવી છે.