અમદાવાદ, તા.16: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિસવ માટે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે 17 થી 18 મેના રોજ તેઓ ગાંધીનગર અને અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં કુલ 700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરેશ. સાથે જ, પાર્ટીના આંતરિક સંગઠન સંબંધિત મહત્વના નિર્ણયોની સંભાવના પણ જીવંત બની છે, જેમાં ખાસ કરીને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણુકનો મુદ્દો કેન્દ્રમાં છે. જેથી અમિત શાહની આ ગુજરાતની મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે.
પ્રથમ દિવસે, 17મેના રોજ અમિત
શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં, પેથાપુર, વાવોલ, કોલવડા વગેરે વિસ્તારોમાં વિવિધ વિકાસ
કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ કોલવડા ખાતે જાહેર સભાને સંબોધન કરશે. બીજા
દિવસે, 18 મેના રોજ, તેઓ અમદાવાદ શહેરમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
કરશે અને પલ્લવ ચાર રસ્તા ઓવરબ્રિજને જનતા માટે ખુલ્લો મુકશે, જેમાંથી દૈનિક દોઢ લાખ
વાહનચાલકોને રાહત મળશે. તેમજ, તેઓ સાબરમતી ખાતે ટોરેન્ટ બ્રિજનું ખાતમુહુર્ત, પંચવટી
ખાતે રૂ.137 કરોડનાં ખર્ચે બનનારા ઓવરબ્રિજનું
ખાતમુહુર્ત તેમજ નારણપુરા ખાતે જાહેર સભાનું સંબોધન કરશે. ગાંધીનગર લોકસભામાં 47 પ્રોજેક્ટોનું
લોકાર્પણ, જ્યારે અમદાવાદ લોકસભામાં 48 લોકાર્પણ અને 37 ખાતમુહુર્ત યોજાશે. પ્રોજેક્ટોમાં
સ્કૂલ, ગાર્ડન, આવાસ ડ્રો, આંગણવાડી સહિતની સર્વાંગી વિકાસવિધિઓનો સમાવેશ થાય છે.