અનિરુદ્ધાસિંહનો પુત્ર શક્તાસિંહ ગામમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યો છે, આરોપીઓના હથિયારના પરવાના રદ કરો અને અમારા પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડો : સ્વ.અમિત ખુંટનાં પત્નીએ મુખ્યમંત્રીને કરી રજૂઆત
ગોંડલ તા.16:
રાજકોટ શહેરમાં 3 મેના રોજ મોડાલિંગ
કરતી 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. ત્યાર
બાદ 5 મેના રોજ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
હતી. સુસાઇડ નોટમાં અનિરુદ્ધાસિંહ અને રાજદીપાસિંહ પર મરવા મજબૂર કરવાનો આક્ષેપ કર્યો
હતો. આ કેસમાં હવે મૃતક અમિત ખૂંટની પત્ની બીનાએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી અનિરુદ્ધાસિંહ
તથા તેના પુત્રને સત્વરે પકડવા ઉપરાંત રીબડામાં અનિરુદ્ધાસિંહનાં અન્ય પુત્ર ભયનો માહોલ
સર્જતો હોય પોતાના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા માંગ કરતા મામલો વધુ ચકચારી બન્યો
છે.
સ્વ.અમિત ખુંટનાં પત્ની બીનાબેન
ખુંટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યુ કે મારા પતિ અમીત દામજીભાઇ
ખુંટનું તા.5 નાં મૃત્યુ થયુ હોઇ તેના મોતનાં મુખ્ય આરોપી અનિરુદ્ધાસિંહ જાડેજા તથા
રાજદિપાસિંહ જાડેજા જે પોલીસ પક્કડથી દુર હોય આજ સુધી પકડાયા નથી. પોલીસ ફરિયાદ થયા
બાદ પણ આરોપી મીડિયા સમક્ષ ખોટા પાયા વિહોણા નિવેદન આપી રહ્યા છે. આરોપી અનિરુદ્ધાસિંહનાં
દિકરા શક્તાસિંહ તથા તેના મળતીયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નિકળીને અમારા પરિવારને ડરાવતા
ધમકાવતા હોય ભયનો માહોલ ઉભો કરી રહ્યા છે. જેને કારણે અમારો પરિવાર ભયનાં ઓથાર હેઠળ
જીવી રહ્યો છે. જેથી રાજદિપાસિંહ તથા તેના ભાઇ શક્તાસિંહનાં હથિયાર પરવાના તત્કાલ રદ
કરવામાં આવે, તેમજ અમારા પરિવારને પોલીસ પ્રોટેક્શન ફાળવવામાં આવે. અમારા પરિવાર પર
ફરિયાદ સબંધી ટોર્ચર હેરાન પરેશાન કરવામાં આવે કે હુમલો કરવામાં આવે તેવી દહેશત હોય
ત્વરિત રક્ષણ આપવા ઉપરાંત ગેંગસ્ટર અનિરુદ્ધાસિંહ તથા રાજદિપાસિંહને તત્કાલ પકડવા રજુઆતમાં
જણાવ્યુ છે.