ભાંડો ફૂટતા GPSCએ તાબડતોબ રદ કર્યા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ : ફરીથી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
અમદાવાદ, તા.18: જીપીએસસીએ અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ
રદ કરવા ઘોષણા કરી હતી. કારણ કે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કાચિંગ
કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના
અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના
ઈન્ટરવ્યૂ રદ કરી દેવામાં આવ્યા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા
હાથ ધરવા નક્કી કરવામાં આવ્યું છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં જીપીએસસીના પેનલિસ્ટ
જ ખાનગી કોચિંગ કલાસમાં જાય છે તેવી ફરિયાદ મળતાં જ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે
તાત્કાલિક ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધાં હતાં. એટલુ જ નહીં. નિવૃત્ત ફૂડ એન્ડ
ડ્રગ્સ કમિશ્નર ડી. એમ. પટેલને નોટિસ ફટકારી હતી. આ મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફુડ
ઇન્સ્પેક્ટર માટે 30 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતાં. એવુ ંનક્કી કરાયું છે કે, હવે
ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે નવેસરથી ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂની ફરીથી નવી તારીખ
જાહેર કરાશે. આ ઉપરાંત નવી પેનલ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેશે. હવે જીપીએસસી પેનલિસ્ટ
પાસેથી લેખિત બાંહેધરી લેશે કે, તેઓ ખાનગી કાચિંગ ક્લાસમાં નહી જાય.
મોક ઈન્ટરવ્યૂમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવાની ટિપ્સ અપાતી
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની
ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં જીપીએસસી દ્વારા ડ્રગ્સ
ઇન્સ્પેક્ટર માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યાં છે. જીપીએસસી પેનલિસ્ટ નિવૃત્ત નાયબ ફુડ એન્ડ
કમિશ્નર ડી.એમ.પટેલ ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતાં. ડી.એમ.પટેલ
સરદારધામ ચાલતાં કાચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 માટે મોક
ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવા શું
કરવું તેની ટિપ્સ આપતાં હતાં. બુધવારે સરદારધામમાં ડી. એમ. પટેલનું ખાસ લેક્ચર ગોઠવાયું
હતું.