જામનગરની શિપીંગ કંપનીએ કચ્છની કંપનીને સર્વીસ પુરી પાડી હતી: કંપનીના ડાયરેકટર ભાજપના અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર છે
(ફૂલછાબ
ન્યૂઝ)
જામનગર
તા.19: જામનગરની શ્રીજી શિપીંગ કંપનીએ રૂા.સાડા આઠ કરોડની લ્હેણી રકમ વસુલવા કચ્છની
એક કંપની સામે એન.સી.એલ.ટી.માં કેસ કર્યો છે. કચ્છની કંપનીના એક ડાયરેકટર કચ્છ ભાજપના
મહિલા અગ્રણીના પૂત્ર પણ છે.
જામનગરની
શ્રીજી શિપીંગ કંપની દ્વારા ગાંધીધામના રીગલ શીપીંગ પ્રા.લી. તરીકે ઓળખાતી કંપની સામે
આઠ કરોડ એકાવન લાખ પચીસ હજાર આઠસો સીતોતેરની લેણી રકમ વસુલવા એન.સી.એલ.ટી.માં કેશ દાખલ કર્યો છે. રીગલ શીપીંગ
પ્રા.લી.ના ડાયરેકટર તરીકે કચ્છ ભાજપના મહિલા અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર મીલન ભાવેશભાઈ
આચાર્ય તેમજ નરેન્દ્રાસિંહ દલપતાસિંહ રાણા, દિલીપ નાનુભાઈ શાહ, સંદિષ મોતીલાલ શાહ અને
પારસ ચૌધરી છે.
જામનગરની
શ્રીજી શીપીંગ કંપની દ્વારા રીગલ શીપીંગ પ્રા.
લી. કંપનીને બાર્જ-ટગ અને ક્રેઈનની સર્વિસ પુરી પાડી હોય, જે સર્વિસ અંગેનાં બીલની
લેણી રકમ ચુકવી નથી અને તે બિલ ની રકમ ઉપર
કંપનીએ આપેલ સર્વિસ અંગે ટી.ડી.એસ. પણ કપાત કરાયો છે. જેથી સ્પષ્ટ રીતે ફલીત થાય કે,
રીગલ શીપીંગ પ્રા.લી. પાસેથી શ્રીજી શીપીંગ કંપનીના લેણી રકમ વસુલવાની બાકી છે. તેમ
છતાં આ રકમ ચૂકવવામાં નહીં આવતા એન.સી.એલ.ટી. કંપની ટ્રીબ્યુનલ (નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)માં
લેણી રકમ વસુલવા ધારાશાસ્ત્રી રાજેશ સવજાણી તથા હિતેન ભટ્ટ મારફત કેસ દાખલ કરવામાં
આવ્યો છે.