કુલ કેસનો આંકડો 1215 થયો, અમદાવાદમાં એક જ દિવસમાં 131, રાજકોટમાં 10, જામનગરમાં 11, ભાવનગરમાં 4 કેસ નોંધાયાં
બગસરામાં
કોરોનાની એન્ટ્રી, એક કેસ
અમદાવાદ,
તા.9 : રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાતા કુલ
કેસનો આંક 1,215 થયો છે જેમાંથી હાલ 1109 એક્ટિવ કેસ છે તેમાંથી 33 દર્દી હોસ્પિટલમાં
અને 1076 હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો બીજી બાજુ 106 દર્દી ડિસ્ચાર્જ
થયા છે સરકારી ચોપડે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી પરંતુ આજે સોલા સિવિલ ખાતે
16 વર્ષની યુવતીનું કોરોનાથી મૃત્યુ થતાં રાજ્યમાં કોરોનાથી કુલ ચાર મહિલાના મૃત્યુ
થયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 1109 એક્ટિવ કેસમાંથી અમદાવાદમાં જ 646 છે. આજરોજ રાજકોટમાં
10, જામનગરમાં 11, ભાવનગરમાં 4 તેમજ બગસરામાં એક કેસ નોંધાયો છે.
અમદાવાદમાં
આજે સવારના 11 વાગ્યા સુધીમાં કોરોનાના કુલ 131 કેસ નોંધાવા પામ્યા છે. આ સાથે જ કુલ
916 કેસ થયાં છે જેમાંથી 646 એક્ટિવ કેસ છે, 286 કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા છે,
જ્યારે કોર્પોરેશનના ચોપડે કોરોનાથી 2 મહિલાના મૃત્યુ દર્શાવાયા છે. અમદાવાદની સોલા
સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાના હિંમતનગરની 16 વર્ષની યુવતીનું કોરોનાથી મૃત્યુ થયું
છે. જો કે યુવતીને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેટાઇટિસનું
પણ ઇન્જેક્શન અપાયું હતું. રાજ્યમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં ટોસીલીઝૂમેલ
આપ્યાનો આ પ્રથમ કેસ છે આજે થયેલા કોરોનાથી મૃત્યુ લઈને અત્યાર સુધી રાજ્યમાં 4 મહિલાના
મૃત્યુ નિપજ્યાં છે.
રાજકોટ
: શહેરમાં કોરોનાના આજે વધુ 10 કેસ સામે આવતા કુલ કેસનો આંકડો સદી વટાવી ચૂક્યો છે.
જો કે, 54 દર્દીઓ કોરોનામુક્ત થઈ ચૂક્યા છે અને હાલ 51 દર્દીઓ જુદી-જુદી હોસ્પિટલો
તેમજ હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. આજે નોંધાયેલા 10 કેસોમાં વોર્ડ નં.2માં
રૈયા રોડ વિસ્તારમાં 79 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.9 ગંગદેવ પાર્કમાં 80 વર્ષીય વૃદ્ધ,
સ્માર્ટ બજાર પાસે 35 વર્ષીય સ્ત્રી, અંજની સોસાયટીમાં 81 વર્ષીય વૃદ્ધ, છોટુનગર સોસાયટીમાં 49 વર્ષીય
પુરુષ, રેલવે લોકો કોલોનીમાં 30 વર્ષીય ત્રી, રાજલક્ષ્મી સોસાયટીમાં 69 વર્ષીય વૃદ્ધ,
રતનમ સ્કાય સિટીમાં 36 વર્ષીય પુરુષ, ક્રિષ્ના પાર્કમાં 31 વર્ષીય પુરુષ, આદર્શ સોસાયટીમાં
77 વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે.
જામનગર
: જામનગરમાં આજે કોરોનાના 11 કેસ નોધાયા છે. શહેરની ડેન્ટલ કોલેજમાં એક પુરૂષ, સમર્પણ
કવાટરમાં એક મહિલા, 58 દિગ્વિજય પ્લોટમાં એક પુરૂષ, આર્યસમાજ સ્કૂલ પાસે એક પુરૂષ,
લીમડાલાઈનમાં એક મહિલા, ઓશવાળ ગર્લ્સ બિલ્ડીંગમાં એક મહિલા, પટેલ કોલોનીમાં એક મહિલા,
હવાઈચોકમાં એક મહિલા, વાલકેશ્વરીનગરીમાં એક મહિલા, કુબેરપાર્કમાં એક પુરૂષ તથા સંદીપક
સોસાયટીમાં એક પુરૂષ સહિત કુલ 11 લોકોના રિપોર્ટ
પોઝીટીવ આવ્યાં છે. આ સાથે જ શહેરમાં કુલ કેસની સંખ્યા 80 થઈ છે જેમાં 4 દર્દી સાજા
થયાં છે અને 55 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.
ભાવનગર
: શહેરમાં કોરોનાના આજે વધુ ચાર કેસ નોંધાયા છે જેમાં શહેરના જ્વેલ્સ સર્કલ વિસ્તારમાંથી
66 વર્ષીય વૃદ્ધ, વિદ્યાનગર વિસ્તારમાંથી 23 વર્ષીય યુવાન, ખેડૂતવાસ વિસ્તારમાંથી
22 યુવતી અને ભરતનગર વિસ્તારમાંથી 49 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
છે જ્યારે બે દર્દીઓ કોરોનામુક્ત થયાં છે. હાલ ભાવનગરમાં કુલ 25 દર્દીઓ હોમ આઈસોલેશનમાં
સારવાર હેઠળ છે.
અમરેલી
: અમરેલી જિલ્લામાં રોજબરોજમાં કોરનાના કેસ સામે આવી રહયા છે. ત્યારે આજે વધુ એક કેસ
બગસરા ખાતે મળી આવતાં બગસરામાં પણ થઈ કોરોનાની એન્ટ્રી થવા પામી છે. બગસરા ગામે કુંકાવાવ
રોડ ઉપર રહેતી એક 47 વર્ષિય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા,
સાવરકુંડલામાં 2 કેસ બાદ અમરેલી અને હવે કોરોનાની બગસરામાં શહેરમાં થઈ એન્ટ્રી થતાં
અને કોરોનાના રોજ વધી રહેલ કેસ સામે તંત્ર સાબદું થવા પામ્યું છે.