• ગુરુવાર, 19 જૂન, 2025

અમિત ખૂંટ કેસ : આરોપીએ ડીસીપી સામે ફરિયાદ નોંધાવી

એસએમસીને તપાસ સોંપવા માંગ : સીપી-ડીસીપી ઓફિસ, હોટેલ સહિતના સીસીટીવી પણ માંગ્યા      

રાજકોટ, તા.10:  અમિત ખૂંટ કેસની આરોપી પૂજા રાજગોરે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે તેમજ અમુક સ્થળના સીસીટીવી સાથે સમગ્ર તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવા માંગ કરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, અમિત ખૂંટ કેસની આરોપી અને મોડાલિંગ કરતી પૂજા રાજગોરે ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ, એલસીબી સ્ટાફના 15 અધિકારીઓ અને 2 મહિલા પીએસઆઈ વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે. એમાં તેણે કહ્યું છે કે આ ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધની હોવાથી જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો નિષ્પક્ષ તપાસ થઈ શકે એમ ન હોવાથી હાલની ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલને સોંપવામાં આવે.

હાલમાં પૂજા ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, જોકે કોર્ટમાં ફરિયાદ કરતાં આ કેસમાં આરોપી એવી પૂજા રાજગોર હવે ફરિયાદી બની ગઈ છે.

આ સિવાય ફરિયાદી પૂજાએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન રાજકોટ, સીપી ઓફીસ, ડીસીપી બાંગરવાની ઓફીસ, સુરભી હોટલ, દોશી હોસ્પિટલ, ભરૂડી ટોલનાકાના સીસીટીવીની પણ માંગ કરી છે.

તેમજ આ કામના તમામ આરોપીઓ વિરુદ્ધની તપાસ સ્ટેટ મોનિટારિંગ સેલન સોંપી અમારા ફરિયાદી પક્ષના પુરાવાઓ રેકોર્ડ પર લઈને આરોપીઓ વિરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરી ફોજદારી કામ ચલાવી જેલ હવાલે કરવા અને આરોપીઓ પાસેથી અમને કરવામાં આવેલી હેરાનગતિ બાબતે યોગ્ય વળતર અપાવવા સહિતની માંગણી કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક