• ગુરુવાર, 19 જૂન, 2025

રાજગઢ ખાંડાધાર રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત, બે યુવાનના મૃત્યુ એક ગંભીર

ગોંડલ, તા.10: કોટડાસાંગાણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે બાઇક સામસામે અથડાતા બે યુવાનના મૃત્યુ નિપજ્યા છે જ્યારે એકને ગંભરી ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ ખસેડાયો છે.

પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે રાજગઢ ખાંડાધાર રોડ પર સામસામે આવી રહેલા બે બાઇક ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થતા રામોદના 24 વર્ષીય રોહિત દીપકભાઇ રાઠોડ અને રાજકોટના 28 વર્ષીય કરણભાઇ કમલેશભાઇ દિવેચાનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે.

કરણભાઇ પરિણીત છે અને તેને સંતાનમાં એક દીકરી છે. જ્યારે રોહિતભાઇ એક વર્ષથી શક્તિમાનમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને બે ભાઇ અને એક બહેનમાં સૌથી નાનો હતો.બનાવની જાણ થતા  કોટડાસાંગાણી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક