અમદાવાદ
પ્લેન ક્રેશની ઘટના બાદ સામાજિક કાર્યકર્તાની જાહેર હિતની અરજી પર ગુજરાત હાઈ કોર્ટમાં
આજે સુનાવણી હાથ ધરાશે
અમદાવાદ,
તા.18 : અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ ઉભેલી જોખમી ઈમારતો મામલે
ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીની
વહેલી સુનાવણી કરવાનો નિર્ણય કરાયો છે. ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી
હાથ ધરાશે. અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બીજે મેડિકલ હોસ્ટેલની
બિલ્ડિંગને ટકરાઈ હતી. ત્યાર બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જેથી પ્લેનમાં
સવાર એક સિવાય બાકીના તમામ મુસાફરાના મોત નિપજ્યા હતાં. એરપોર્ટની આસપાસ ઉંચી ઈમારતો
જોખમી હોવાથી આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું માનવામાં આવે છે. જેથી સુરતના એક અરજદારે
સુરત એરપોર્ટની આસપાસ રહેલી ઉંચી ઈમારતો હટાવવા હાઈકોર્ટમાં રાજૂઆત કરી છે. આ ઈમારતોને
કારણે સુરતમાં પણ પ્લેન ક્રેશ થઈ શકે છે તેવી રજૂઆત અરજીમાં કરી છે. આ અરજી સંદર્ભે
હાઈકોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. વર્ષ 2019માં ગુજરાત હાઇકોર્ટમાં સામાજિક
કાર્યકર્તા વિશ્વાસ બાંભુરકર દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં
જણાવ્યા મુજબ સુરત એરપોર્ટની આસપાસ સુરક્ષાને ભયમાં મુકતા બાંધકામ થયા છે. જેને લઈને
પેસેન્જર, ક્રૂ મેમ્બર્સ અને આસપાસ રહેતા લોકોના સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. આ બાંધકામ
નિયમો વિરુદ્ધ થયેલ છે.
અનધિકૃત
બાંધકામ કરનાર લોકોને ઓથોરિટીએ ગઘઈ ના ભંગ બદલ નોટિસો પણ આપી છે. આ બાંધકામને હટાવવા
માટે સુરત મહાનગરપાલિકાએ કાર્ય કરવું પડે. અરજીમાં દર્શાવેલા આંકડા મુજબ 90 બિલ્ડર
છે. 18 પ્રોજેક્ટમાં ગઘઈ નો ભંગ થયો છે. આવા લોકોની અપાયેલી 40 નોટિસ પણ ઙઈંકમાં જોડવામાં
આવી હતી. અનધિકૃત બાંધકામ મંજૂર કરાયેલ માપદંડ હતી 1 મીટર થી 14 મીટર જેટલું ઊંચું
છે. જેના માટે બાંધકામ કરનારાઓએ કોઈ પણ ઓથોરિટીની મંજૂરી લીધી નથી.
અરજદારે
અરજીમાં જણાવ્યું હતું કે 1990 માં સુરતમાં હવાઈ પટ્ટી 1400 મીટરની હતી. જેને એરપોર્ટ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતાના હસ્તક લીધી હતી. બાદમાં તેની લંબાઈ વધારીને 2250 મીટર કરવામાં
આવી હતી ત્યારબાદ તેને 2950 મીટર કરવામાં આવી હતી. જો કે આસપાસ બિલ્ડિંગો વધતા તેમાં
615 મીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.