173
મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના,
30 બ્રિટિશ નાગરિક,
1 કેનેડિયન તેમજ
6 નોન પેસેન્જરનો સમાવેશ
અમદાવાદ,
તા.18 : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં
કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ
ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના
પાર્થિવ દેહ સ્વીકારવા આવશે. જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે.
ડો.રાકેશ
જોશીએ સોંપવામાં આવેલા પાર્થિવ દેહોની વિગતો પૂરી પાડી હતી. તેમણે કહ્યું કે, 173 મૃતકમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના,
30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 6 નોન- પેસેન્જરનો સમાવેશ થાય છે.
તેમણે
ઉમેર્યું હતું કે, ડીએનએ સેમ્પલ માચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય
બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં
આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક
સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત
રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.