મૃતકની
માતાને ધમકી દીધા બાદ મોડી રાત્રે ખેલ્યો ખૂની ખેલ : ધરપકડ
(ફૂલછાબ
ન્યુઝ)
રાજકોટ,
જસદણ તા.1પ : જસદણમાં પત્નીના આડા સબંધમાં પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીકી રહેંસી
નાખતા ચકચાર મચી જવા પામી છે. પ્રથમ મૃતકની માતાને ધમકી આપી રાત્રે વાડીએ સુતેલા યુવકને
છરીના ત્રણ ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખતા ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી
જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
બનાવ
અંગે જસદણના દેવપરા ગામે રહેતાં હંસાબેન વલ્લભભાઈ સદાદીયા ઉ.53એ ગામના જ ભાવેશ ધીરૂ
કુકડીયા સામે જસદણ પોલીસમાં પૂત્ર જેરામની હત્યા અંગે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું
હતું કે, દીકરા જેરામના લગ્ન ગોંડલાધારની યુવતી સાથે આઠેક વર્ષ પહેલાં થયા છે તેને
સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેરામની પત્ની રસોડાના કામે ભાવેશ સાથે જતી હતી.
દીકરાને તેની પત્નીને આ ભાવેશ સાથે આડા સંબંધની શંકા હતી જેથી દીકરાએ ભાવેશને પણ પત્ની
સાથે સંબંધ ન રાખવા કહ્યું હતુ આ બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થતી હતી અને વારંવાર રીસામણે
જતી રહેતી હતી જેરામ અને તેની પત્ની વાડીએ રહેતા હતા જયારે તેનો પૂત્ર અને પુત્રી ગામમાં
મારી સાથે રહેતા હતા ગત રાત્રે નવેક વાગ્યે તેણી ઘરે હતી ત્યારે ભાવેશ કુકડીયા ઘરે
આવ્યો હતો અને ફરીયાદીને કહેલ કે, માસી કેમ બોલતા નથી મને નથી ઓળખતા જેથી તેને કહેલ
કે, ના હું નથી ઓળખતી તેમ કહેતા તે નીકળી ગયો હતો
બાદમાં વાડીએ ગયા હતા અને જેરામ તથા પુત્રવધુને વાત કરી ઘરે આવતું રહેવા કહ્યું
હતું પરંતુ જેરામે ના પાડી હતી બાદમાં રાત્રિના દોઢેક વાગ્યે કુટુંબી વિક્રમભાઈ ઘરે
આવેલ અને કહેલ કે જેરામકાકાને વાડીએ ભાવેશ કુકડીયાએ માર મારેલ છે જેથી વાડીએ જતા ઝાડ
નીચે દીકરો લોહીલુહાણ હાલતમાં પડેલો હતો અને તેની પત્ની બાજુમાં બેઠી હતી બાદમાં પુત્રને
ખાનગી વાહનમાં જસદણ સિવિલ હોસ્પિટલે લઈ જતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો
હતો પુત્રવધૂએ કહેલ કે, રાત્રીના દોઢ વાગ્યે વાડીએ અમે ખાટલે સુતા હતા ત્યારે ભાવેશ
છરી લઈને આવ્યો હતો અને ગોદળુ ઉચકાવી જેરામને છરીના ઘા ઝીકી દીધા હતા થોડે દુર પડી
જતા ભાવેશ ભાગી ગયો હતો જસદણ પીએસઆઇ એસ.આર.ગોહિલ અને ટીમે ગુનો નોંધી આરોપી ભાવેશ કુકડીયાને
દબોચી લીધો હતો.