• સોમવાર, 18 મે, 2026

આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજે 37 તાલુકામાંથી ફક્ત ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 15: છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદનું જોર ઘટયું હોય એવું જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. ત્યાર બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતાઓ છે. ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપ પવન ફૂંકાશે. 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદ વિરામ લેશે.

હવામાન નિષ્ણાતના અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ, અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. આજથી આગામી 2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. 23 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને વડોદરાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તે જ સમયે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દરમિયાનમાં આજે કુલ 37 તાલુકાઓમા વરસાદ પડયો હતો. જેમાં ફક્ત ત્રણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના કડાણામાં 2.09 ઇંચ, નવસારીના વાંસદામાં 1.46 અને બનાસકાંઠાના દાંતામાં 1.14 વરસાદ પડયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક