• રવિવાર, 20 જુલાઈ, 2025

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી

(ફૂલછાબ ન્યૂઝ)

અમદાવાદ, તા. 18: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે. આ દરમ્યાન દક્ષિણ ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો પરંતુ છેલ્લા ચારથી પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો છે. જો કે, હવામાન વિભાગે રાજ્યમાં ફરી વરસાદની રમઝટ બોલાવવાની આગાહી કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રાજયમાં સામાન્ય રીતે અત્યારે 255.7 મીમી વરસાદ થવો જોઈએ એના કરતાં અત્યાર સુધી કુલ 388.6 મીમી નોંધાઈ ચુક્યો છે. સમગ્ર રાજ્યમાં તા.18થી 22 સુધીમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહીનાં પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક