ઝઘડો થયા બાદ ગળું દબાવી દીધું : લખતર રહેતા પરિવારમાં શોક
લખતર/અંજાર તા.19: મૂળ સુરેન્દ્રનગર
જિલ્લાના લખતર તાલુકાના દેરવાડા ગામના અને હાલ કચ્છના અંજારમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી
યુવતીનું તેના જ મિત્ર સીઆરપીએફ જવાને ઝઘડો થયા બાદ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દેતા
ભારે ચકચાર મચી જવા પામી છે હત્યા કર્યા બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો બનાવને
પગલે યુવતીના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ લખતરના દેરવાડા
ગામે રહેતા અને કચ્છના અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા અને અંજાર પોલીસમાં એએસઆઈ
તરીકે ફરજ બજાવતા અરુણાબેન નથુભાઈ જાદવ ઉ.25 ગત રાત્રે પોતાના ઘરે હતા ત્યારે સીઆરપીએફમાં
ફરજ બજાવતા હાલ મણિપુર પોસ્ટિગ ધરાવતા મિત્ર દિલીપ ડાંગચીયા સાથે કોઈ પારિવારિક પ્રશ્ને
ઝઘડો થયો હતો દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા દિલીપે અરુણાબેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી
દીધા હતા અને પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો અને હત્યા અંગે કબૂલાત આપી હતી
હત્યાના બનાવ અંગે જાણ થતા વહેલી સવારે અંજાર પીઆઇ એ આર ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો
હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી ધોરણસરની કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક
તપાસમાં હત્યાનો ભોગ બનનાર મહિલા એએસઆઈ અરુણાબેનના પિતા નથુભાઈ દેવાભાઇ જાદવ વતનમાં
ખેત મજૂરી કરે છે બનાવની જાણ થતા પરિવારજનો ભાંગી પડ્યા હતા અને અંજાર દોડી ગયા હતા
દીકરીનો મૃતદેહનો કબ્જો લઇ વતનમાં અંતિમ સંસ્કાર કરવાના હોવાની માહિતી મળી હતી બનાવને
પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ પોલીસે હત્યા સહિતનો ગુનો
નોંધવા સહિતની કાર્યવાહી કરી હતી.