ક્યુબીક
મીટરે રૂ. 3.25 ઘટતા રોજ રૂ. 75 લાખનો લાભ
મોરબી,
તા.30(ફૂલછાબ ન્યૂઝ): સિરામિક ઉદ્યોગમાં માગની મંદી ચાલી રહી છે અને કારખાનાઓમાં ઇન્વેન્ટરીઓ
જમા થઇ રહી છે. આવા સંજોગમાં સરકારે ગેસના ભાવ મુદ્દે મોટી રાહત કરી આપી છે. સિરામિક
ઉદ્યોગમાં વપરાતા કુદરતી ગેસના ભાવમાં રૂ. 3.25નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નિર્ણયને
પગલે સિરામિક ઉદ્યોગને રોજ આશરે રૂ. 75 લાખનો ફાયદો થશે.
ગેસના
ભાવ ઘટે તે માટે ઉદ્યોગકારોએ સરકારમાં રજૂઆત કરી હતી. 1 ઓગસ્ટથી લાગુ પડે તે રીતે રૂ.
3.25 ઘટાડી દેવામાં આવ્યા છે. ઉદ્યોગમાં રોજ સરેરાશ 25 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ
થાય છે. એ જોતા ઉદ્યોગને મોટો ફાયદો મળવાનો છે.
સિરામિક
એસોસીએશનના પ્રમુખ મનોજ પટેલે કહ્યું કે, ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. એ કારણે ગેસના
ભાવ ઘટાડીને રાહત આપવા માગ થઇ હતી. હવે ફાયદો મળશે. કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ
ચેરમેન નિલેશ જેતપરીયા કહે છે, ગુજરાત ગેસ વાપરનારા એકમોને તકલીફ પડી રહી હતી એટલે
ફાયદો મળશે. કારણકે પ્રોપેન કરતા ગેસ મોંઘો હતો.