• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

જૂનાગઢ ભવનાથ મંદિરમાં સૌ પ્રથમ વખત વહીવટદાર નિમાયા

-વહીવટી તંત્રે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી, કાયમી મહંત માટે પ્રક્રિયા હાથ ધરશે

જૂનાગઢ, તા. 31: ભવનાથ મંદિરના મહંત મુદ્દે વિવાદ વચ્ચે કલેક્ટરે વિવાદ ઉકેલવાને બદલે પ્રથમ વખત વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી કલેક્ટર લાંબી રજા ઉપર ઉતરી ગયા છે. અધિક નિવાસી કલેક્ટર એ ટૂંક સમયમાં નવા મહંતની વરણી કરાશે તેમ જણાવ્યું છે.આ નિર્ણય બાદ મંદિરના પૂર્વ મહંત હરિગિરિ બાપુએ આ નિર્ણયને આવકારવાની સાથે એ પણ જણાવેલ કે મહેશગિરિ અને મહાદેવગિરિને પણ જો મંદિરના મહંત બનાવાઈ તો તેની સામે કોઈ જ પ્રકારનો વાંધો નહોતો.

પ્રાચીન ભવનાથ મંદિરના મહંત તરીકેનો હરિછગરિ બાપુનો કાર્યકાળ 31 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહેલ હોય જે અનુસંધાને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા વિવાદ ઉકેલવાને બદલે અધ્ધરતાલ રાખતો નિણૅય સમાન મંદિરમાં પ્રથમ વખત વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલની નિમણૂક કરાય છે.

 આ અંગે ભવનાથ મંદિરના પૂર્વ મહંત હરિગિરિબાપુએ જણાવ્યું હતું કે તેઓ કલેક્ટરના આ નિર્ણયને આવકારે છે, ઉપરાંત તેઓએ ત્યા સુધી પણ કહ્યું હતું કે જો મહેશગિરિ બાપુ, મહાદેવગિરિ બાપુ અથવા અન્ય કોઈ સાધુ સંતમાથી ભવનાથ મંદિરના મહંત બનાવાય તો પણ તેમને કોઈ જ પ્રકારનો વાંધો નહોતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ફરી અન્ય મહંતની નિમણૂક કરાઈ ત્યારે દશનામી જૂના અખાડામાંથી કોઈ સાધુ સંત ભવનાથ મંદિરના મહંત બને તેવું તેમનું અંગત માનવું છે.

મુચકુંદ ગુફા, પ્રેમછગરિ અતિથિ ભવન  સહિતની મિલકત પર વહીવટદારનો કબજા

ભવનાથ મંદિરના નવા વહીવટદાર અને જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સરકાર અને કલેક્ટર દ્વારા આ જવાબદારી મને સોપાયા બાદ હવે શિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમામાં અન્ય કેટલીક નવી સુવિધા ઉમેરાય તેવો પણ અમારો પ્રયાસ રહેશે. ઉપરાંત ભવનાથ મંદિર હેઠળ આવેલી મુચકુંદ ગુફા, પ્રેમગિરિ અતિથિ ભવન સહિતની મિલકત પર વહીવટદારનો કબજો રહેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક