-આજે કુલ 33 તાલુકાઓમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો
અમદાવાદ,
તા. 31: ગુજરાતમાં દોઢ મહિના કરતાં વધુ સમયથી ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે.
આ દરમ્યાન ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો
છે. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મૉન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદનો બીજો તોફાની રાઉન્ડ
શરૂ થશે. આ ઉપરાંત આગામી 24 કલાકમાં રાજ્યમાં વીજળીના કડાકા થવાની પણ આગાહી વ્યક્ત
કરવામાં આવી છે. જેમા આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક
વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
દરમિયાનમાં
આજે કુલ 33 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ચોમાસાનો માહોલ યથાવત્ છે. પરંતુ વરસાદી જોર સરેરાશ રીતે જોવા જઈએ તો ઘટયું
છે. રાજ્યમાં પહેલી જૂનથી 31 જુલાઈ સુધી સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જે
દર વર્ષની જેમ વધારે છે. આ વર્ષે ચોમાસાનો પ્રારંભ અને વરસાદ સારો હોવાથી ખેતી અને
પાણીના ભૂસ્તરમાં સારું એવું પાણી સ્ટોર થયું છે.
આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,
ખેડા, અમદાવાદ,(જુઓ પાનું 10)
આણંદ,
પંચમહાલ, દાહોદ અને મહિસાગર; દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,
સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ
જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી,
દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં યલો એલર્ટ આપવામાં આવી છે.