• શનિવાર, 13 જૂન, 2026

મુળીના ધોળિયા ગામેથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું : 38 મજૂરનું કૂવામાંથી રેસ્કયૂ

-4 ટ્રેક્ટર,1 કપ્રેસર, 6  ચરખી સહિત કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર તા.31: મુળી તાલુકાના ધોળિયા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું હતું. આ સ્થળેથી 38 મજૂરોને કૂવામાંથી રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા અને કુલ 36 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ પ્રવૃત્તિઓની ગેરકાયદે ખનીજની ચોરી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. આ પ્રવૃત્તિઓ અટકવાને બદલે દિવસે દિવસે વધી રહી છે ત્યારે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તથા મુળી મામલતદારની ટીમ દ્વારા સરકારી જમીનમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. ધોળિયા ગામે સરકારી જમીનમાં ખનન ચાલતું હોવાથી માહિતી મળતા ચોટીલા પ્રાંતની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સરકારી જમીનમાંથી 7 ગેરકાયદે કુવા ઉપર દરોડો પડયે હતો. આદરોડામાં 4 ટ્રેક્ટર,1 કપ્રેસર, 6  ચરખી સહિત કુલ 36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આદરોડામાં 200 ફૂટ ખનન તથા સુરંગમાં મીની ટ્રેક્ટર મળી આવ્યું હતું.  સ્થળ ઉપર મજૂરોએ જણાવ્યું કે અમે બે દિવસ પહેલા જ અહીં આવ્યા છીએ. આ તમામ મજૂરો કોઈપણ પ્રકારની સુરક્ષા વિના કુવામાં ઉતારેલા હતા. 38 શ્રમિકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ તમામ મજૂરોને દિવસના રુ.700ની દહાડીમાં જીવના જોખમે રાત-દિવસ કામ કરાવવામાં અવ્તું હતું. આદરોડામાં અમકુભાઈ થરેશા, સુનિલભાઈ હનાભાઈ કુચડિયા, ભરતભાઈ ગાવિંદભાઈ આ ગેરકાયદે કુવાઓ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે  આ તમામની સામે ચોટીલા પ્રાંત અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક