• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતરરાષ્ટ્રીય ગુલામીનો પર્દાફાશ પાક.ની એજન્ટ સહિત 12ની સંડોવણી: એક વ્યક્તિ રાજકોટનો નીકળ્યો

સુરત, તા.1: સુરત સાયબર ક્રાઈમની ટીમેને આંતરરાષ્ટ્રીય ગુલામી કરાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. થાઈલેન્ડમાં કોમ્પ્યુટર કામની નોકરી મળશે તેવી લાલચ આપી ભારતનાં અલગ અલગ રાજ્યો અને અન્ય દેશના 40 યુવાનને થાઈલેન્ડ મોકલી આપ્યા બાદ ત્યાંથી શોષણ કરવાને ઇરાદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપ્યા હતા. ત્યાં તેમને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોના નામની ફેક આઇડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી. આ મામલે સુરત સાયબર ક્રાઈમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસની કાર્યવાહીમાં, આ ગેંગના માસ્ટરમાઇન્ડ નીરવ ચૌધરી તેની સાથે રાજકોટના પ્રીત કામાણી અને આશિષ રાણાના નામ છે. આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત કુલ 12 જણાની સંડોવણી હોવાનું પણ જણાયું છે. તેમજ છેલ્લા દોઢ વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે.

ભારતના 37 લોકો શિકાર બન્યા  

સાયબર સેલની પૂછપરછમાં આરોપી નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરી ચાઇનીઝ કંપનીમાં ઇંછ મેનેજર હોવાનું ખૂલ્યું હતું. નિપેન્દરે પોલીસ તપાસમાં એલેક્ઝાન્ડર, એન્ઝો, કૃણાલ, નિલેશ પુરોહિત, વિલિયમ, કિંગ, વિમ, કુંપેંગ, એલોંગ, શશાંક, સ્ટ્રોંગ એમ 11 સાગરીતનાં નામ લખાવ્યાં હતાં. ઊંચા પગારે નોકરીની લાલચ આપી ભારતના 37, શ્રીલંકાના 2, પાકિસ્તાનના 1 એમ 40 જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીઝ માફિયાઓ મારફત સરહદ પાર કરાવી મ્યાનમાર ખાતે મોકલી અપાયા હતા.

40-50 હજાર કમિશન મળતું

પાકિસ્તાની એજન્ટ એલેક્સ માટે પ્રીત કમાણી અને નિપેન્દર ઉર્ફે નીરવ ચૌધરીએ ચાઇનીઝ કંપની માટે કોલર તરીકે નોકરી માટે યુવાનો તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું. જેમાં એક વ્યક્તિદીઠ 40થી 50           હજાર રૂપિયા કમિશન આપવામાં આવતું હતું. નિપેન્દરને એક માણસને થાઇલેન્ડથી મ્યાનમાર મોકલવા માટે વ્યક્તિદીઠ 3000 ઞજઉઝ એટલે કે 3 લાખ રૂપિયા કમિશન ટ્રસ્ટ વોલેટમાં મળતું હતું.

સાયબર ફ્રોડ કરવા મજબૂર કરાયા

રાજકોટના પ્રીતે આશિષ રાણા સહિતના એજન્ટો સાથે મળી ગુજરાત તથા અન્ય રાજ્યોની 8 વ્યક્તિને ચાઇનીઝ એજન્ટો મારફત ઓનલાઇન ઇન્ટરવ્યૂ કરાવી નોકરીના નામે થાઇલેન્ડ મોકલી આપ્યા હતા. થાઇલેન્ડથી તેમને ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી ચાઇનીઝ ગેંગે અટકાયત કરી કોલ સેન્ટરમાં સાયબર ફ્રોડ માટે મજબૂર કર્યા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક