• શનિવાર, 18 એપ્રિલ, 2026

અમરેલીમાં એસટી કર્મીઓનું ઉપવાસ આંદોલન તીવ્ર બન્યું આત્મવિલોપનની ચેતવણીથી અફરાતફરી

અમરેલી, તા. 8: અમરેલીમાં ત્રણ એસટી કર્મચારીઓ દ્વારા શરૂ કરાયેલું ઉપવાસ આંદોલન ઉગ્ર બન્યું છે.એસ.ટી.ના ઉપરી અધિકારીઓના ત્રાસથી પીડાતા ત્રણેય કર્મચારીઓ છેલ્લા છ દિવસથી કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા છે. છઠ્ઠા દિવસે કર્મચારીઓએ અન્નજળનો ત્યાગ કરતા પરિસ્થિતિ ગંભીર બની હતી. કર્મચારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતીકે જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપનનો માર્ગ અપનાવાશે.

અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઉપવાસી કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવેલા કર્મચારીઓએ સારવાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આંદોલનકારીઓએ ચીમકી આપી કે છે કે, તેઓ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન કે જેલમાં ક્યાંય પણ અન્ન જળનો ત્યાગ

ચાલુ રાખશે.

આંદોલન અંગે સામાજિક કાર્યકર્તા નરેશ વાળાએ જણાવ્યું કે, એસટી કર્મચારીઓ લાંબા સમયથી ઉપરી અધિકારીઓના ત્રાસનો ભોગ બની રહ્યા છે. તેઓના પ્રશ્નો ઉકેલવાના બદલે દબાણ કરાયું છે, જેના કારણે કર્મચારીઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે. સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાનું સમાધાન લાવે, નહીં તો પરિસ્થિતિ વધુ ગંભીર

બની શકે. 

હાલમાં પોલીસે અને હોસ્પિટલ તંત્રે કર્મચારીઓની તબિયત પર નજર રાખી રહ્યા છે, પરંતુ તેમના અડગ વલણને કારણે આંદોલન તીવ્ર બનતું જાય છે. કર્મચારીઓ આંદોલનને સ્થાનિક સમાજના કેટલાક લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે.

ગઈકાલે પી લીધું હતું ફિનાઈલ

અમરેલી ખાતે આવેલ એસ.ટી. ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ ભીખાભાઈ વાળા તથા પરેશભાઈ મનુભાઈ ચૌહાણ તથા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મનિષભાઈ કાંતિભાઈ વાળા નામના ત્રણેય કાયમી કર્મચારીએ ગઇકાલે બપોરે ચિતલ રોડ પર એરપોર્ટની દીવાલ પાસે બગીચામાં બેસી એક સાથે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક