તાલાલા ગીર, તા. 9: તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બપોરે 2:25 કલાકે ધરતીકંપના તિવ્ર આંચકાથી આખો પંથક ધ્રુજી ઉઠ્યો હતો.તીવ્ર આંચકાથી ભયભીત થયેલ લોકો ઘરની બહાર દોડી ગયા હતાં. રીક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાંથી
પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તાલાલા વિસ્તારમાં બપોરે 2:25 કલાકે ધરતીકંપનો તીવ્ર આંચકો
આવ્યો હતો જેની તીવ્રતા 3.0 ની હતી તેનું એપી સેન્ટર તાલાલા થી 12 કિ.મી. દુર નોર્થ
નોર્થ ઈસ્ટ દિશામાં નોંધાયું હતું. ભુગર્ભમાં માત્ર 3.1 કિ.મી ની ઊંડાઈએ થી ધરતીકંપનો
આંચકો આવ્યો હોવાથી આંચકાની અસર તાલાલા શહેર ઉપરાંત ઉત્તર-પૂર્વ દિશામાં આવેલ ગામડાઓમાં
થઈ હતી. ધરતીકંપના તીવ્ર આંચકાથી ભયભીત લોકો ઘરની બહાર દોડી ગયા હતા, આંચકાથી તાલાલા
પંથકમાં નુકસાની થયાના કોઈ સમાચાર નથી.