(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા. 13: રાજ્યમાં એકવાર ફરી સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા
આવતા 7 દિવસમાં વરસાદની આગાહી છે. હજી ગુજરાતમાં સત્તાવાર રીતે વરસાદે વિદાય નથી લીધી.
રાજ્યમાં આજે પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 13થી 16 સપ્ટેમ્બર ગાજવીજ સાથે 40 કિમીની ઝડપે પવન
ફૂંકાઈ શકે છે.
હવામાન
વિભાગના અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગ, દમણ,દાદરાનગર હવેલીમાં ભારે
વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે
વરસાદની આગાહી છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં
પહેલી જૂનથી 13 સપ્ટેમ્બર સુધી 27 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
કોડિનારના
ડોળાસામાં પોણો કલાકમાં બે ઈંચ તોફાની વરસાદ
ડોળાસા,
તા.13 : કોડિનાર તાલુકાના ડોળાસા ગામે આજે બપોર બાદ માત્ર પોણો કલાકમાં બે ઇંચ તોફાની
વરસાદ પડી ગયો હતો. આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવા ત્રણ વાગ્યાથી
ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. જે ચાર વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.આ દરમિયાન 49 મી.મી.(બે
ઇંચ) વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ડોળાસા ગામની બજારોમાં પાણી ભરાયાં હતાં. હનુમાન
મંદિર પાસે તો ત્રણ ફૂટ પાણી ભરાતાં થોડીવાર માટે રસ્તો બંધ થઈ ગયો હતો. આ સીઝન નો
સૌથી ઝડપી વરસાદ થયો હતો. ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં. આ વરસાદથી ખેડૂતોએ રાહતનીલાગણી
અનુભવી છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 596 મી.મી.(24 ઇંચ) થયો છે.
જામવાળાના
શિંગોળા ડેમ સાઈટ પર વધુ વરસાદને કારણે બે દરવાજા ખોલવામાં આવ્યા છે. મોસમનો વરસાદ
990 મી.મી. થયો છે. તેમજ હાલ 98 ટકા ડેમ ભરાઈ ગયોહોવાથી વધુ આવકને કારણે દરવાજા ખોલવાની
સ્થિતિમાં નીચાણવાળા વિસ્તારો તથા કોડિનાર સુધીના ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું
છે.