• શનિવાર, 18 એપ્રિલ, 2026

મહેસાણાના સામેત્રા નજીક સલ્ફર પ્લાન્ટમાં આગ, બે શ્રમિકનાં મૃત્યુ બે શ્રમિકને ઈજાગ્રસ્ત, સારવાર હેઠળ ખસેડાયા

અમદાવાદ, તા. 14: મહેસાણા-બહુચરાજી હાઈવે પર સામેત્રા ગામ નજીક આવેલા અઙગ સલ્ફર પ્લાન્ટમાં મોડી રાતે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બે શ્રમિકના ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. જ્યારે બે શ્રમિકોને ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, મહેસાણાના સામેત્રા ગામ નજીક ગઈ રાતે  અઙગ સલ્ફર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આસપાસ કામ કરતા શ્રમિકો આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ પ્રાથમિક વિગતો મુજબ કંપનીના કર્મચારીઓ અને સ્થાનિક લોકોની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. 

આગ પર કાબૂ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટની અંદર તપાસ કરવામાં આવી, ત્યારે બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા હતા. અન્ય શ્રમિક પણ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક