• બુધવાર, 10 જૂન, 2026

ભારત-પાકિસ્તાન મેચનો ઉગ્ર વિરોધ વડોદરામાં પાકિસ્તાનનો ધ્વજ કચડયો ખેલાડીઓના પોસ્ટરની હોળી કરાઈ : અમદાવાદમાં પણ ઉગ્ર પ્રદર્શન

રાજકોટ, તા. 14 : આજરોજ દુબઈ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા ક્રિકેટ મેચનો વડોદરા, અમદાવાદ સહિતના શહેરોમાં ભારે વિરોધ થયો હતો. દેશવાસીઓની લાગણી પાકિસ્તાન સામે એક પણ મેચ ન રમવાની છે. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન સામે ભયંકર આક્રોશ છે ત્યારે આજે રમાયેલા આ મેચ પહેલા વડોદરામાં પાકિસ્તાનના ધ્વજને લોકોએ પગ હેઠળ કચડયો હતો. અમદાવાદમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વડોદરામાં ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાનારી એશિયા કપની મેચની સામે શિવસેના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો. ક્રિકેટરોના શહેર વડોદરામાં શિવસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો જાહેર કરી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં શિવસેના કાર્યકરો એકત્રિત થયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. ‘પાકિસ્તાન હાય હાય’ના નારા સાથે કાર્યકરોએ પાકિસ્તાનના ધ્વજને પગ નીચે કચડી નાખ્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનના ખેલાડીઓના પોસ્ટરો બાળીને પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી.

અમદાવાદમાં પણ ભારત-પાકિસ્તાનના મેચ અન્વયે ભારે વિરોધ પ્રદર્શન થયું હતું. સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પાકિસ્તાન સામે ભારતના યોજાયેલા મેચ સામે નારાજગી પ્રવર્તતી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક