• મંગળવાર, 12 મે, 2026

સુરતની લકઝરી હોટલમાં ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ

વોટ્સએપથી ચાલતા સેક્સ રેકેટમાં પાર્ક પેવેલિયન હોટલના સંચાલકોની સંડોવણી, થાઈલેન્ડની 13 મહિલાની અટકાયત

રાજકોટ, તા. 14: સુરતની લક્ઝરી હોટેલમાંથી વોટ્સએપ મારફત ચાલતા હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

 જહાંગીર પુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલની આડમાં હોટલના સંચાલકો અને સ્ટાફ દ્વારા 13 વિદેશી મહિલાઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવાતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે દરોડો પાડયો ત્યારે હોટલમાંથી 13 વિદેશી મહિલાઓ મળી આવી હતી. આ ઉપરાંત પાંચ ગ્રાહકો અને હોટેલ સ્ટાફના ચાર લોકો મળી આવ્યા હતા. આ સમગ્ર રેકેટમાં સંકળાયેલા અન્ય 4 લોકોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 સેક્સ રેકેટ ચલાવનારા શખસો ગ્રાહક પાસેથી 3500થી 5000 રૂપિયા વસૂલતા હતા. જેમાંથી યુવતીઓને 1500 રૂપિયા જ ચૂકવવામાં આવતા હતા. બાકીના પૈસા સંચાલકો પોતે રાખી લેતા હતા.

પોલીસને જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસુ પૂજ્ય ઈન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમે દરવાજાનો લોક તોડયો અને અંદર પ્રવેશ કર્યો હતો. જેમા રૂમ નંબર 403 માં 7 લોકો હાજર મળી આવ્યા હતા.

પોલીસ સમક્ષ હોટેના મેનેજર રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રાએ અહીંયા લોહીનો વેપાર થતો હોવાની કબુલાત આપી હતી. પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે છે, જે હોટલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું. તથા યોગેશ દિલીપભાઈ તાલેકર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું. વધુમાં અશોકમામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા-લઈ જવાનું કામ કરતો હતો.

રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી 3500 લેવામાં આવતા હતા. જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે મહિલાઓને 1500 ચુકવવામાં આવતા હતા. આ રેડ દરમિયાન રૂમ નંબર 407માંથી 9 વિદેશી મહિલાઓ મળીને કુલ 13 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીની ધરપકડ કરી છે અને 13 વિદેશી (થાઈલેન્ડ)ની મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનને સોંપી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક