જામનગર, તા.1: જામ્યુકોની સ્ટે.કમિટીની બેઠક ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી.કમિશ્નર મુકેશ વરણવા, જીગ્નેશ નિર્મલ હાજર રહ્યા હતા. બેઠકમાં કુલ રૂા.299.79કરોડના વિકાસ કામો મંજુર થયા હતા.
જામનગર
શહેરના એરપોર્ટ ગેઈટથી ખંભાળીયા હાઈવે એસએચ-25ના રોડને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા
ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન કરવાની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે અને આ અંગેની દરખાસ્ત
પણ સ્વીકારી લેવામાં આવી છે. ખાસ કરીને હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના
ભાગરૂપે સરકાર દ્વારા 24 બાય 30 ઈંચ, 20 બાય 30 ઈંચ નિયત કરવામાં આવી હતી. સાર્ટી-મટીરીયલ
રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પીવીસી 1 ઈંચ અને 4 ફૂટ લાકડાની 1 ઈંચ બાય 4 ફૂટ માટે રૂા.45.10
લાખ મંજૂર કરાયા છે. જ્યારે વડાપ્રધાનની જામનગર મુલાકાત સમયે થયેલા રૂા.17.39 લાખનો
ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં.10, 11 અને
12માં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં લોકભાગીદારીથી સીસી રોડ અને પેવર બ્લોક માટે
આ ત્રણેય વોર્ડમાં અઢી-અઢી કરોડ મંજૂર કર્યા છે. શહેરમાં જુદા જુદા વાહનો મારફત શિફ્ટ
આધારિત ગાર્બેજ ક્લેક્શનનું કામ વોર્ડ નં.1 થી 8 અને વોર્ડ નં.9 થી 16માં કરવા માટે
રૂા.267.21 કરોડનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે તેના ઉપર વહીવટી ચાર્જ પણ
મંજૂર કરાયો છે. જ્યારે હર ઘર તિરંગા માટે લાકડાની સ્ટીક, પીવીસી પાઈપ, સપ્લાય કરવા
માટે રૂા.45.10 લાખના ખર્ચને મંજુરી આપી દેવામાં આવી છે.