• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

કરોડોના આંધણ પછી પણ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સૌથી નબળું

- ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરખ સર્વેક્ષણમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની સમીક્ષા બાદના રિપોર્ટમાં ખુલાસો

 

લોઅર-10ની યાદીમાં પણ ગુજરાત દેશના સૌથી પછાત રાજ્યોની યાદીમાં પણ પાંચમે-સાતમે 

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.2 : ભારત સરકાર તરફથી શૈક્ષણિક બાબતો અંગેનો રિપોર્ટ જાહેર થયો છે. તેમાં કહી દેવાયું છે કે, ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતાં પણ ઘણું નબળુ છે. આ સર્વેક્ષણના તારણો મુજબ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ટોપ-10 પરફોર્મિંગ રાજ્યોની યાદીમાં તો ગુજરાત શોધ્યે જડતું નથી. ચોંકાવનારી અને બાબત તો છે કે, તેનાથી વિપરીત દેશના તમામ રાજ્યોમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) ટોપ-10 રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ થાય છે.

 ગુજરાતમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષણની ગુણવત્તાનું એનાલીસીસ કરાતું હોવાના અનેક વખત દાવા કરવામાં આવ્યા છે પરંતુ, પરખે સરકારના બધા દાવાની પોલ ખોલી નાખી છે. આ અહેવાલ બાદ ગુજરાતનું શિક્ષણ ખાતું તેનો કોઈ બચાવ કરવાની પણ સ્થિતિમાં રહ્યું નથી કેમકે ગુજરાતનું નામ નબળાં રાજ્યોમાં કેન્દ્ર શાસિત જેવા સાવ પછાત રાજ્યોની યાદીમાં સામેલ થયું છે.

કેન્દ્ર સરકારે દેશની 74,229 શાળાના 21,15,022  બાળકોના શિક્ષણની સમીક્ષા કરી હતી. જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાને આવરી લેવાયા હતા. આ રિપોર્ટમાં શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરનારાં ટોચના 50 જિલ્લામાં ગુજરાતના એકપણ જિલ્લાનો સમાવેશ થયો નથી. ગુજરાતમાં ગુણોત્સવ-પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હોવા છતાં ગુજરાતના શિક્ષણનુ સ્તર સુધર્યુ નથી, 

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે ‘પરખ’ (PARAKH) નામે રજૂ થયેલાં અહેવાલમાં ગ્રેડ-3, ગ્રેડ-6 અને ગ્રેડ-9માં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષાના વિષયોમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. તે માટે કેન્દ્ર સરકારે ટોચના 10 અને તળિયાના 10 રાજ્યોની યાદી બનાવી છે. આ યાદીમાં ગુજરાતને તળિયાના રાજ્યમાં સ્થાન પ્રાપ્ત થયું છે. જ્યારે, પંજાબ જેવા રાજ્યે લગભગ તમામ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.

આ રિપોર્ટમાં માત્ર રાજ્યના જ નહીં પણ જિલ્લા કક્ષાના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. એમાં પણ દેશમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાનો સમાવેશ થયો છે. જેમાં જામનગર જિલ્લાને 21મો ક્રમ આપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લો 28મા ક્રમે છે. ખેડા જિલ્લો 44માં, છોટાઉદેપુર 47માં, પોરબંદર જિલ્લો 48મા ક્રમે આવે છે.

ગ્રેડ-3, 6 અને 9 એટલે શું ?

આ રિપોર્ટમાં ગ્રેડ-3માં લેન્ગવેજ અને ગણિતના વિષયને સમાવાયા છે. ગ્રેડ-6માં ભાષા, ગણિત અને ધ વર્લ્ડ અરાઉન્ડ અસનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રેડ-9માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનો સમાવેશ કરાયો છે. આ ત્રણેય ગ્રેડમાં વિધાર્થીઓ, વિદ્યાર્થિનીઓ, ગ્રામ્ય-શહેરી, જઈ, જઝ, ઘઇઈ, અન્યો અને શિક્ષકોના માર્કસની સમીક્ષા કરાઈ છે. એમાં ગુજરાત પછાત સાબિત થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક