• બુધવાર, 22 જુલાઈ, 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તા.9થી 11 સૌરાષ્ટ્રના પ્રવાસે, સાસણમાં સિંહ દર્શન કરશે

રાજકોટમાં રાત્રી રોકાણ કરી શુક્રવારે સાસણ જશે, સોમનાથ મહાદેવના દર્શનાર્થે જાય તેવી પણ શક્યતા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ સાથે વોર્ડ તૈયાર કરાયો

રાજકોટ,તા.3 : ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનો તા.9થી 11નો સૌરાષ્ટ્ર પ્રવાસનો કાર્યક્રમ નકકી થયો છે. રાષ્ટ્રપતિ તા.9ને ગુરુવારે દિલ્હીથી સાંજના 7 વાગ્યે એરક્રાફટમાં રાજકોટ આવી પહોચશે અને રાત્રી રોકાણ રાજકોટના સર્કીટ હાઉસમાં કરનાર છે. ત્યાર બાદ તેઓ શુક્રવારે વહેલી સવારે સાસણ ગીર પહોંચી સિંહ દર્શન કરશે. 

તા.10ને શુક્રવારના વહેલી સવારે તેઓ હીરાસર એરપોર્ટથી ખાસ હેલીકોપ્ટર મારફત સાસણ પહોંચી સિંહ દર્શન કરશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે જાય તેવી પણ શકયતા છે. રાષ્ટ્રપતિના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. રાત્રી રોકાણ કરનાર હોવાથી રાજકોટના સર્કીટ હાઉસના તમામ 35 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. સાથે સિવિલ હોસ્પિટલમાં પણ તબીબોની વિશેષ ટીમ સાથે ખાસ વોર્ડ તૈયાર રાખવામાં આવનાર છે જેમાં રાજકોટના ડેપ્યુટી કલેકટરો, મામલતદારો, નાયબ મામલતદારોને વિશેષ ફરજ કલેકટર દ્વારા સોંપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક