માઈન્સના સ્ટોરેજનું પાણી છોડતા
ખેતરોમાં ત્રણ ચાર ફૂટ ભરાયા
રાજુલા: જાફરાબાદ તાલુકાના બાબરકોટમાં
1982 થી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ( યુનિટ નર્મદા સિમેન્ટ વર્ક્સ) સિમેન્ટ કંપની
કાર્યરત છે. આ કંપનીની માઈનિંગ લીઝ બાબરકોટ ગામની જમીન ઉપર થઈ છે. બાબરકોટ ગામનો બાજરો
દેશભરમાં પ્રખ્યાત છે. પરંતુ તાજેતરમાં આ કંપની દ્વારા ગામના ખેડૂતોના ખેતરમાં બાજરાના
પાકને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
બાબરકોટ ગામની નજીક અને ગામના
ખેડૂતોની વાડીઓની પાસે આ કંપનીની માઇન્સ છે.
ત્યાં આ કંપની દ્વારા ગેરકાયદેસર રીતે ગામની ખૂબ નજીક વિવિધ માટીના સ્ટોરેજ કરવામાં
આવ્યા છે. આ માઈનિંગ વિસ્તાર ન હોવા છતાં ગામની નજીક વિવિધ માટીના સ્ટોરેજ કરવામાં
આવ્યા છે.
આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદ
થતાં પાણી માટીના સ્ટોરેજ કરાયું ત્યાં ભરાયું હતું. આ પાણી કપની દ્વારા બાબરકોટ ગામના
ખેડૂતોના ખેતરમાં છોડવામાં આવ્યું હતું. જેથી ખેતરોમાં ત્રણ ,ચાર ફૂટ પાણી ભરાઈ ગયું
હતું. બાબરકોટ ગામે સર્વે નંબર 61 અને 63/1 વાળી ખેતીમાં આ કંપની દ્વારા પાણી છોડવામાં
આવ્યું હતું. જેના કારણે બાબરકોટ ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા બાજરાના પાક
બળી ગયો છે. જેના કારણે બાબરકોટ ગામના ખેડૂતોને
મોટું નુકસાન થયું છે.
આ પરિવાર ખૂબ ગરીબ હોય ખેતી કરીનેપરિવારનું ગુજરાન
ચલાવી રહ્યા છે. જેથી તેમના ખેતરનો પાક બળી જવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થયું છે. આથી આ પરિવારને યોગ્ય વળતર ચૂકવવા આવે તથા કંપની સામે કડક કાર્યવાહી કરવા તેવી રજૂઆત સરપંચ કૈલાશબેન અનકભાઈ
સાંખટ દ્વારા મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે.
સરપંચ પ્રતિનિધિ અનકભાઈ છનાભાઈ
સાંખટે જણાવ્યું હતું કે આ કંપની બાબરકોટ ગામના ખેડૂતોને જમીન વહેંચવા અને કબજો ખાલી
કરવા માટે વિવિધ પ્રકારના અત્યાચારો કરીને દબાણ ઉભી કરી રહી છે. જેમ કે ખેતરે જવાના
રસ્તા પર માઈનિંગ, જાહેર રસ્તા બંધ કરવા, ખેતરોમાં પાણી છોડવું, બેફામ પ્રદૂષણ કરીને
ખેતીના પાકને નુકસાન કરવું, ગામના લોકોને કામ પરથી છૂટા કરવા,ગામના વૃદ્ધ મહિલાઓ ઉપર પણ પોલીસ ફરિયાદ કરીને ડરાવવા - ધમકાવવા જેવી
પ્રવૃત્તિ કરી ગામના લોકો ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે.