• સોમવાર, 10 નવેમ્બર, 2025

કેબિનેટના વિસ્તરણ પહેલા સામાજિક બેઠકોમાં ગોઠવાતા રાજકીય ચોકઠાં

            રાજકોટમાં ચુવાળિયા કોળી ઠાકોર સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન આપવા માગ

રાજકોટ, તા. 5: ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તરણ થાય તે પહેલા સામાજિક બેઠકોમાં રાજકીય ચોકઠાં ગોઠવાવા લાગ્યા છે. રાજકોટમાં આજે મળેલી ચુવાળિયા કોળી સમાજની બેઠકમાં અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન આપવા માગ કરાઈ છે.

રાજકોટમાં આજે ચુવાળિયા કોળી સમાજની બેઠકનું આયોજન કરાયું હતું. સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ જણાવ્યું હતું કે, આજે રાજકોટ, મોરબી તેમજ વાંકાનેર સહિત 6 બેઠકના આગેવાનો વચ્ચે એક ચિંતન બેઠક યોજાઇ હતી. જેમાં સમાજનું પ્રભુત્વ સરકારમાં વધે તે માટે જરૂરી પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી હતી. હાલ 40 વર્ષથી ભાજપમાં હોવા છતાં અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે. જેને લઈને આગામી સમયમાં આગેવાનો આખા સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી અન્ય આગેવાનોનો મત જાણશે. ત્યારબાદ અંદાજે દોઢ લાખ લોકોનું એક મહાસંમેલન યોજી અમારા સમાજને વધુ પ્રભુત્વ આપે તેવા પક્ષમાં બધા એકસાથે જોડાશે.

તેમણે ઉમેર્યું હતું કે, અમારો ચુવાળિયા કોળી ઠાકોર સમાજ છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છે. આટલા વર્ષોમાં અમે વ્યવહાર તરીકે બધા સમાજને સ્વીકારી અને મત આપ્યા છે, પરંતુ સૌરાષ્ટ્રમાં અમારા સમાજને એક પણ વિધાનસભાની ટિકિટ આપવામાં આવી નથી. આજે અમારો એકપણ ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી. આટલા વર્ષથી અમારું મંત્રીમંડળમાં સ્થાન નથી કે નથી શહેરમાં સંગઠનમાં સ્થાન. અમારા સમાજની અઢી કરોડ જેટલી વસ્તી ગુજરાતમાં હોવા છતાં અમને ટિકિટો આપવામાં આવતી નથી. આ કારણસર અમે સૌરાષ્ટ્રભરમાંથી અહીં રાજકોટ શહેરમાં ચિંતન બેઠક રાખી છે.

તેમણે ઉમેર્યું હતું કે હાલ ગુજરાતમાં અલ્પેશ ઠાકોર અને ધવલાસિંહ ઠાકોર એમ બે ધારાસભ્ય અમારા સમાજના છે. જેમાં ધવલ ઠાકોર અપક્ષ ચૂંટણી જીતેલા છે. માટે મંત્રી મંડળનાં વિસ્તરણમાં અલ્પેશ ઠાકોરને સ્થાન મળવું જોઈએ. અને આવનારા સમયમાં વધુ બેઠકો પર અમારા પ્રતિનિધિઓને ટિકિટો આપવામાં આવે તેવી અમારી માગ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025