• સોમવાર, 10 નવેમ્બર, 2025

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર ડેમ 26મી વખત ઓવરફલો થયો

            22 લાખથી વધુ લોકો માટે જીવાદોરી સમો ‘જળ વૈભવ’ સંગ્રહ થયો : જેતપુરના પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ

            ડેમનો એક દરવાજો અડઘો ફૂટ ખોલી પાણી ભાદર નદીમાં છોડાયું

જેતપુર, તા.પ : સારાષ્ટ્રના બીજા નંબરના સૌથી વિશાળ અને જેતપુર પંથકના જીવાદોરી સમાન પાણીનો એકમાત્ર સ્ત્રોત ભાદર ડેમ ચોમાસાની વિદાય વેળા સાથે ઓવરફલો થઈ ગયો છે. ભાદર ડેમ 26મી વખત છલકાયાના વાવળ મળતા જેતપુરના પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ભાદર ડેમમાં ચાલુ વર્ષે ચોમાસામાં ધીમીધારે વરસાદના કારણે પાણીની આવક તેમજ સૌની  યોજના મારફત 1100 એમસીએફટી તેમજ વરસાદી પાણીના જથ્થાથી હાલ ભાદર ડેમ તેમના પુરતા લેવલે પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. આજે સવારે ઇરીગેશન સ્ટાફ દ્વારા ભાદર ડેમ સાઇટ ઉપર પૂજા-અર્ચના કરીને સાઇરન વગાડીને ભાદર ડેમના ર9 દરવાજા પૈકીના 16 નંબરના દરવાજા અડધો ફૂટ ખોલીને 48ર આઉટ ધલો કરવામાં આવ્યો હતો. ભાદર ડેમમાંથી અમર નગર જુથ યોજના-4ર ગામો, દેવકી ગાલોળ જૂથ યોજના, વિરપુર ગ્રામ પંચાયત, જેતપુર નગર પાલિકા, રાજકોટ આરએમસી, રાજકોટ રૂડા, ખોડલધામ-કાગવડ સહિત અંદાજીત રર લાખથી વધુ લોકોને જીવાદોરી સમા ’જળ વૈભવ’ સંગ્રહ થયો છે. આ સાથે ડેમની હેઠવાસમાં આવતા રર ગામોના લોકોને નદીના પટમાં અવર જવર કરવી નહીં તેમજ નગરપાલિકા અને ગામ પંચાયતના અધિકારીઓને સૂચના આપીને લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

ભાદર ડેમ 1964માં બનેલો છે, 4પ4.7પ લાખના ખર્ચે તૈયાર કરેલો ડેમ અત્યાર સુધીમાં રપ વખત ઓવરફ્લો થયો છે, છેલ્લા સાત વર્ષથી સતત ઓવરફલો થતો રહે છે. ભાદર ડેમ ઓવરફલોના સમાચાર રવિવારના દિવસે મળતા લોકોએ જળવૈભવ નિહાળવા એક દિવસીય પીકનીક મનાવવા દોટ મૂકી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025