વૈમનસ્ય ફેલાય તેવા સૂત્રોચાર, ગુનો નોંધાયો
જામખંભાળિયા,
તા.5: ખંભાળિયા શહેરમાં ગઇ કાલે ઇદ અનુસંધાને મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક જુલૂસ કાઢવામાં
આવ્યું હતું જે જુલૂસ દરમિયાન એક શખસ દ્વારા
ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર સાથે પેલેસ્ટાઇન દેશના ફલેગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ બાબત પોલીસને ધ્યાન આવતા ખંભાળિયા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ખંભાળિયાના
માજોડી પાડામાં રહેતા શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દફતરેથી
મળતી માહિતી મુજબ આમદ અબ્દુલ રૂખડાએ ઇદનું જુલૂસમાં પેલેસ્ટાઇન દેશનો ફલેગ જાહેરમાં પ્રદર્શિત કરી તથા અન્ય બાળકો મારફતે પણ
પ્રદર્શિત કરાવ્યું હતું. એટલુ જ નહીં જુલૂસ દરમિયાન આમદ રૂખડાએ ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર
કરી વૈમનસ્ય ફેલાય તેમજ જાહેર સુલેહ શાંતિનો
ભંગ થાય તેવું કૃત્ય કર્યું હતું. સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ
હાથ ધરવામાં આવી છે.