બેંક લોનના હપ્તા ચડી ગયા હતા : માવઠાથી પાકમાં પણ વ્યાપક નુકસાની થઈ હતી
ભાણવડ,
તા.ર: ભાણવડ તાલુકાનાં જામપર ગામનાં માનસીક બીમાર ખેડૂતે બેંકનું દેવુ વધી ગયા પછી
તાજેતરમાં થયેલા કમોસમી વરસાદમાં પાકને નુકસાન થતાં ડીપ્રેશનમાં આવી પાણીમાં ઝંપલાવી
દઈ આપઘાત કરી લીધો છે, પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી તપાસ હાથ ધરી
છે.
કરૂણ
બનાવની મળતી વિગત મુજબ, ભાણવડ તાલુકાનાં જામપર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય સંભાળતા
કરસન કેશુરભાઈ વાવણોટિયા છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમાર હતા. વધુમાં તેમણે બેંકમાંથી
ગોલ્ડ લોન પણ લીધી હતી અને લોનનાં હપ્તા ચડી ગયા હતા.
બીજી
બાજુ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકશાન થયુ હોવાથી ખેડૂત કરસન કેશુરભાઈ
વાવણોટિયા માનસીક તનાવમાં આવી ગયા હતા. ડિપ્રેશન હેઠળ તે ઘરેથી ભાણવડ બેંકમાં જવાનું
કહી નિકળ્યા હતા. બાદમાં કપુરડી નેસ પાછળ પાણીમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પરિવારમાં
ગમગીની છવાઈ છે.
મૃતકનાં
પરિવારનાં અરસીભાઈ લખમણભાઈ વાવણોટિયાએ આપઘાતનાં બનાવની જાણ પોલીસને કરતાં પોલીસે તપાસ
હાથ ધરી છે.