અમારું આંદોલન ચાલુ રહેશે, તમામ લોકો રાજીનામાં આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ : પ્રહલાદ મોદી
અમદાવાદ,
તા.2 : અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે અનાજ વિતરકો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી હોવાનું
સામે આવ્યું છે. પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું કે, અમારું આંદોલન સતત ચાલુ રહેશે. કોઈપણ
દુકાન ખોલવામાં નહીં આવે અને અમે તમામ લોકો રાજીનામાં આપવા માટેની તૈયારી કરી રહ્યા
છીએ. આમ સસ્તા અનાજના સંચાલકોની હડતાલ સમેટવામાં સરકાર કરી એક વખત નિષ્ફળ ગઈ છે.
ગુજરાતની
સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ-અલગ 20 માગણીઓને લઈ
ગઈકાલથી 17 હજાર જેટલા સંચાલકોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. હડતાળના પગલે અનાજ
વિતરણની કામગીરી ઠપ્પ થઈ છે. હડતાળના પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ
સાથે સસ્તા અનાજની દુકાન સાથે સંકળાયેલા બન્ને એસોસિયેશનના હોદ્દેદારોની બેઠક યોજાઈ
હતી પરંતુ, બેઠકમાં મંત્રણા પડી ભાંગી હોવાનું જાણવા મળ્યું છે.