• સોમવાર, 10 નવેમ્બર, 2025

જૂનાગઢમાંથી 1.10 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે ચાર ઝડપાયા

થાઈલેન્ડથી માદક પદાર્થ લાવ્યા : વેચાણ કરે તે પહેલા જ દબોચાયા 

રાજકોટ, તા. 3: જૂનાગઢ જઘઋએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1.10 કરોડની કિંમતનો 3.160 કિલો પ્રતિબંધીત હાઈબ્રિડ ગાંજો મળી કુલ રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને મળેલી બાતમી મુજબ મુજાહીદખાન પઠાણ, જહાંગીરશા શાહમરદાર, હ્નસેન પઠાણ (રહે. જૂનાગઢ) અને ધવલ ભરાડ (રહે. વિસાવદર) સફેદ કલરની કારમાં ગેરકાયદે હાઈબ્રિડ ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધમાં હતા. આ આરોપીઓ મેંદરડાથી ઇવનગર રોડ થઈને જૂનાગઢ તરફ સાંજે 7:30 વાગ્યાની આસપાસ આવવાના હતા. બાતમી મળતાં જ જઘઋના અધિકારીઓ, એ.એસ.આઇ મહેન્દ્ર કુવાડીયાની આગેવાની હેઠળ તથા અન્ય સ્ટાફે તુરંત જ વોચ ગોઠવી હતી. બાતમી મુજબ સફેદ કાર આવતા પોલીસે કોર્ડન કરી તેને રોકી હતી. કારમાંથી ધવલ ભરાડ (કાર ડ્રાઈવર), હુસેન નાસીરભાઈ તુર્ક (પઠાણ),

મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ, જહાંગીરશા રજાકશા શાહમદાર નામના ચાર આરોપીને ઝડપી પાડયા હતા. આરોપીઓની કારની પાછળની સીટમાંથી ’ઝઢઈઘઘગ’ લખેલો એક બ્રાઉન કલરનો થેલો મળી આવ્યો હતો. થેલામાંથી પ્લાસ્ટિકના એર ટાઈટ પાકિંગવાળા ત્રણ પેકેટ મળી આવ્યા હતા. જિક અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં તે હાઈબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું હતું.

જઘઋ અને કઈઇ ટીમની સંયુક્ત કામગીરી

જૂનાગઢ ઉyજઙ હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, જઘઋ અને કઈઇ ટીમ દ્વારા શહેરમાં એક મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થાઈલેન્ડથી લાવવામાં આવેલા પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના 3.160 કિલો જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં રૂપિયા 1.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025