• સોમવાર, 10 નવેમ્બર, 2025

અનિરૂધ્ધસિંહ જાડેજાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા રજૂઆત પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરાઇ, સગવડતા મળતી હોવાના આક્ષેપ

ગોંડલ, તા.4: જુનાગઢ જેલમાં પાકા કામના આરોપી અનિરુધ્ધાસિંહ જાડેજાને ગેરકાયદે સગવડતા મળતી હોવાની રાવ સાથે  અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા રજૂઆત કરાઇ છે

ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા મનીષભાઈ દામજીભાઈ ખુંટે પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી કે  જિલ્લા જેલ જૂનાગઢમાં પાકા કામના આરોપી અનિરુધ્ધાસિંહ મહિપતાસિંહ જાડેજાને જિલ્લા જેલ જૂનાગઢના જેલ અધિક્ષક દિપકકુમાર મગનલાલ ગોહેલ દ્વારા મોબાઈલ ફોન તથા અન્ય ગેર કાયદે સગવડતાઓ આપવામાં આવે છે. તેમજ આરોપીઓને ગેરકાયદે  અવારનવાર મળવા દેવા ફોન તથા અન્ય ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાના વિરુદ્ધ અમોએ તા:11/10/2025.નાં રોજ આપને  અરજી કરેલી હતી, આ કામમાં અમોને મળતી માહિતી મુજબ અને મીડિયા માંથી મળેલા ન્યુઝ મુજબ પાકા કામના આરોપી અનિરુધ્ધાસિંહ મહિપતાસિંહ જાડેજાની બેરેકમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો અને જુનાગઢ પોલીસ દ્વારા આ પાકા કામના આરોપી અનિરુધ્ધાસિંહ  જાડેજા વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે,

વધુમાં જણાવવાનું કે, આ પાકા કામના આરોપી અનિરુધ્ધાસિંહ  જાડેજાને થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવવા લવાયા  હતા જે સંકાસ્પદ છે.

અગાઉ પણ આ આરોપી વર્ષ 2018 પહેલા જ્યારે જુનાગઢ જિલ્લા જેલમાં હતા ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતાં હતા, અને તે અંગેની હકીકત નામદાર ગુજરાત હાઇકોર્ટ માં રજૂ કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત હાઇકોર્ટે તેની ઇન્કવાયરી કરાવીને ઇન્ક્વાયરી રિપોર્ટ ધ્યાને લેતા ખૂબ ગંભીરતા દર્શાવેલી હતી.

આ પાકા કામના આરોપી અનિરુદ્ધાસિંહ મહિપતાસિંહ જાડેજા  મારા ભાઈ સ્વ. અમિતભાઈ ખૂંટની આત્મહત્યા કેસના આરોપી છે. જે કેસ હાલ પેન્ડિગ છે તેમજ જેલ અધિક્ષક  દિપકકુમાર ગોહેલ સાહેબ અને ગેરકાયદેસર રીતે મળી આવેલ મોબાઈલ ફોન નો જુનાગઢ પોલીસ દ્વારા નોંધવામાં આવેલ ગુનાની તપાસ એસ.ઓ.જી. તથા ક્રાઈમ બ્રાન્ચને સોપી આ મોબાઈલ ફોનથી કોને ફોન કરેલ અને અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલ હોય તો તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે, અને આ જેલ અધિક્ષકશ્રી દિપકકુમાર ગોહેલ વિરુદ્ધ પણ યોગ્ય કાર્યવાહી કરવા અથવા અન્ય કોઈ જેલમાં ટ્રાન્સફર કરવા નમ્ર વિનંતી છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025