અમદાવાદ, તા.4: ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને આજે હાઈકોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તેઓ વધુ એકવાર નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટની મુદતમાં ગેરહાજર રહ્યા. હાર્દિક પટેલ અગાઉ પણ કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા કોર્ટે વોરંટ કાઢયું હતું.
જો
કે, તે સમયે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી કરી કાર્યવાહીમાં હાજર રહેવાની ખાતરી આપી
વોરંટ રદ કરાવ્યું હતું. આવી સ્થિતિ હોવા છતાં કોર્ટમાં બાંહેધરી બાદ પણ હાર્દિક પટેલ
સતત ત્રણ મુદતમાં ગેરહાજર રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલા 2015માં પાટીદાર અનામત આંદોલન
દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસ મામલે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. તે દરમિયાન
હાર્દિક પટેલ સામે પરવાની વિના ધરણા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને ગાળો બોલવા સહીતના
મામલે ગુનો નોંધાયો હતો.