સુરત તા. 4: શહેરના નાનપુરા વિસ્તારમાં એક યુવકનુ શંકાસ્પદ મૃત્યુ થયુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પરિવાર દ્વારા યુવકની હત્યા નીપજાવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના અંગે જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ શહેરના નાનપુરા વિસ્તારમાં
રાજુભાઈ પોતાના ભાઈ સાથે રહેતો હતો. દિવાળીનો તહેવાર હોવાથી તેનો ભાઈ પોતાના વતન દાહોદ-ગોધરા
ગયો હતો, તે વેળાએ અચાનક રાજુભાઈનુ શંકાસ્પદ મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક
રાજુભાઈના પરિચિત અમિતભાઈના જણાવ્યા મુજબ, તેમને સવારે તેમના શેઠના ફોન દ્વારા આ ઘટના
વિશે જાણ થઈ હતી. બાદ બપોરે શેઠના છોકરાનો ફોન આવ્યો, જેમણે કહ્યું કે રાજુભાઈ પટકાઈને
મરી ગયા છે. અમિતભાઈને આ ઘટના સામાન્ય લાગી હતી, પરંતુ જ્યારે તેમણે તેમના કાકાને સ્થળ
પર મોકલ્યા, ત્યારે કાકાએ પરત આવીને સ્પષ્ટ કહ્યું કે, આ કોઈ સામાન્ય મૃત્યુ નથી, પરંતુ
તે સ્પષ્ટપણે હત્યા થઈ હોય તેવુ લાગે છે.
પોલીસની
કાર્યવાહી વિશે તેમણે કહ્યું કે, તેઓ પોતે ઘટના સમયે હાજર નહોતા, પરંતુ તેમના કાકા
પોલીસ સાથે હતા. અંતે, અમિતભાઈએ ન્યાય માગ કરી છે કે, આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે
અને આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે.
અજાણ્યા
યુવક દ્વારા રાજુભાઈને લાકડાના ફટકા મારીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સ્થાનિકોમાં
ચર્ચાઈ રહી છે. મૃતકના શરીરે ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. ઘટનાની અંગે જાણ થતા જ
અઠવા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી રાજુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે
સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો છે.