• સોમવાર, 10 નવેમ્બર, 2025

વીરપુરમાં હોટેલ અને ગેસ્ટ હાઉસમાં મોબાઈલની ચોરી કરનારો ઝડપાયો રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો : ત્રણ ગુનાની કબૂલાત આપી

વીરપુર, તા.4: વીરપુરમાં હોટેલ તેમજ ગેસ્ટ હાઉસોમાંથી મોબાઈલ ફોનની ચોરીમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે કેશોદમાં રહેતા રીક્ષા તસ્કરને ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા હતા.

મળતી વિગતો મુજબ યાત્રાધામ વીરપુરમાં નવરંગ હોટેલમાંથી મોબાઈલ ચોરી થયા અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા અનડીટેક ગુના શોધી કાઢવા સુચના આપી હોય જેમની સુચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે આ ચોરીમાં વિક્રમ ઉર્ફે ઈટલી મનસુખભાઈ મકા (રહે.મેસવાણ, તા.કેશોદ)ને ઝડપી લીધો હતો. પોલીસે ઝડપાયેલા આ શખસની પુછતાછ કરતા તેણે ત્રણ ગુનાની કબુલાત આપી હતી. જેમાં તા.22-10ના વીરપુરમાં નવરંગ હોટેલમાંથી મોબાઈલની ચોરી, 14 દિવસ પુર્વે ગોંડલ પાસે નેશનલ હાઈવે પરની હોટેલમાંથી અને પાંચ દિવસ પહેલા વેરાવળમાં બસ સ્ટેન્ડ સામેથી આવેલા ગેસ્ટ હાઉસમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આરોપીએ ચોરી કરેલા આ ફોજ જુનાગઢના શખસને વેચી દીધા હોવાની કબુલાત આપતા પોલીસે જુનાગઢના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આરોપી વિક્રમ ઉર્ફે ઈટલી સામે અગાઉ કેશોદ, જૂનાગઢ, ચોટીલા અને મેંદરડામાં દારૂ-જુગાર, ધમકી, વાહન ચોરી સહીતના 10 ગુના નોંધાઈ ચુક્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025