સરકારે 9 નવેમ્બરથી 300 કેન્દ્રો ખોલીને ટેકાના ભાવથી ખરીદીની કરી જાહેરાત
ગાંધીનગર,
તા.5(ફૂલછાબ ન્યૂઝ) : માવઠાને લીધે 1 નવેમ્બરથી શરૂ થનારી મગફળીની ટેકાના ભાવની ખરીદી
સરકારે અટકાવ્યા પછી હવે 9 નવેમ્બરની તારીખ નક્કી થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે
ટ્વિટ દ્વારા જાહેરાત કરી હતી. બાદમાં પ્રવક્તા જીતુ વાઘાણીએ ખરીદ કેન્દ્રો અને એક
ખેડૂત પાસેથી 125 મણ મગફળી મહત્તમ ખરીદ કરાશે તે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, મગફળી,
મગ, અડદ અને સોયાબીન એમ ચારેય ચીજોની ખરીદી સરકાર 9મીથી કરશે. એ માટે રૂ. 15 હજાર કરોડનું
ફંડ ફાળવવામાં આવ્યું છે. મગફળીના મબલખ ઉત્પાદનને લીધે ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી
કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત
વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 480, અડદના ભાવમાં રૂ. 400 અને
સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 436નો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલુ
વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી સરકારના ધારાધોરણો
મુજબ ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે.
મગફળી
મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી
ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં
આવશે. ચાલુ વર્ષે મગફળીનો ટેકાનો ભાવ રૂ. 7,263 પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. 8,768
પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. 7,800 પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. 5,328
પ્રતિ કિવ.રખાયો છે.