• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

જામનગરમાં ઉદ્યોગપતિએ મહિલાને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું

ન્યુડ વીડિયો ઉતારી, બ્લેકમેલ કરી વારંવાર દુષ્કૃત્ય આચર્યું : મહિલાને લોનની જરૂરીયાત હોવાથી સંપર્કમાં આવી હતી

જામનગર, તા.5: જામનગરમાં એક મહિલાએ રાહુલ મનસુખભાઈ મોદી નામના ઉદ્યોગપતિ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, એક વ્યક્તિએ તેને પોતાની કારમાં એક વિલામાં લઈ જઈને બેભાન કરનારૂ પ્રવાહી ભેળવી કોલ્ડ્રીંક પીવડાવ્યું હતું. ત્યાર બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યુ અને અંગત પળોના ફોટા-વીડિયો બનાવી બ્લેકમેલ કરતો હતો. આરોપીએ અંબર ચોકડી પાસે આવેલી પોતાની ઓફીસમાં પણ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું છે. આ મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, મહિલાને લોનની જરૂરીયાત હતી અને તે સંદર્ભે તેણી ઉદ્યોગપતિના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત શરૂ થઈ હતી. ફેબ્રુઆરી માસમાં રાહુલે મહિલાને એક પ્રોપર્ટી પર મોર્ગેજ લોન કરાવવાની વાત કરી તે પ્રોપર્ટી જોવા માટે સ્વામીનારાયણ મંદિર પાસે બોલાવી હતી. ત્યાર બાદ મહિલાને એક વિલામાં લઈ ગયો હતો. લોન બાબતેની વાતચીત દરમિયાન મહિલાને કોલ્ડ્રીંક પીવા આપ્યું હતું. આ કોલ્ડ્રીંક પીધા બાદ મહિલાનું શરીર ધ્રુજવા લાગ્યું હતું અને તેણી બેભાન અવસ્થામાં પડી ગઈ હતી. તેણે મહિલાની આ સ્થિતિ અને એકલતાનો લાભ લઈ તેની ઈચ્છા-મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ દરમિયાન રાહુલે પોતાના મોબાઈલમાં અંગત પળોના ફોટા-વીડિયો બનાવી મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું તેમજ મહિલાને પોતાની ઓફીસ પાસે બોલાવી વારંવાર દુષ્કર્મ આચરી અને માનસિક ત્રાસ આપ્યો હતો. આ ફરિયાદમાં ગુજસીટોકના આરોપી અને પૂર્વ પોલીસ કર્મચારી સહીતના નામનો ઉલ્લેખ થતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક