• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

રાજકોટમાં વ્યાજખોરોનો આતંક

10 કરોડની ઉઘરાણી પ્રશ્ને તલાટીમંત્રીની હત્યાનો પ્રયાસ

શાત્રીનગરના યુવાને બે શખસ પાસેથી નાણા લઈ 55 લાખ ચૂકવ્યા છતાં દસ કરોડ માગી ધમકી આપતા યુવાને ઘર છોડયું : યુનિવર્સિટી પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ

રાજકોટ, તા.8: શહેરમાં વર્લ્ડ ઈન બોક્સ એકેડેમી ચલાવતા અને શાત્રીનગરમાં રહેતા યુવાન પાસેથી 1 કરોડનું 40 ટકા વ્યાજ લઈ લીધા બાદ પણ વ્યાજખોર બંધુએ વધુ 10 કરોડ માંગતા યુવાન ઘર છોડી લાપતા થઈ ગયો હતો. બીજી તરફ યુવાનાનો ભાઈ જે રેવન્યુ તલાટી હોય તેને મેટોડા પાસે આંતરી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે અંગે યુનિવર્સિટી અને મેટોડા પોલીસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવ અંગે રાજકોટના 1પ0 ફૂટ રીંગરોડ પર શીતલપાર્ક પાસે શાત્રીનગર શેરીમાં રહેતા વિનુભાઈ મેપાભાઈ વિરડા (ઉ.વ.60)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિજય મકવાણા અને ભાવેશ મકવાણાના નામ આપ્યા છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્લેબ ભરવાનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈ તા.11/10ના તેમનો નાનો દિકરો વિશાલ ઘરેથી કઈ કહ્યા વગર જતો રહ્યો હતો, જેથી અમે યુની. પોલીસ સ્ટેશન ખાતે તા.1ર/10ના રોજ ગુમ નોંધ ફરિયાદ નોંધાવેલ હતી. બાદ તા.14/10ના પોતાની જાતે તે ઘરે પરત આવી જતા તેને જવાનુ કારણ પુછતા તેણે કહ્યંy હતું કે, વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા બન્ને ભાઈઓ આપણી સોસાયટીમાં જ રહે છે. અને તેની ઓફીસ રામાપીર ચોકડી ખાતે જાનકી કોમ્પલેક્ષમાં જય દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ નામથી ચલાવે છે. તે લોકો પાસેથી મે વ્યાજે પૈસા લીધા હતાં. જેનુ વ્યાજ વધુ ચડી જતા તેઓ મારી પાસે વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા હોય અને તે પૈસા હું આપી શક તેવી મારી હાલત નથી જેથી તેમનાથી કંટાળીને હું ઘર છોડીને જતો રહ્યો હતો. જેથી ફરીયાદીએ તેના પુત્રને પુછયુ કે, કેટલા પૈસા તે લોકોને આપવાના છે પરંતુ તેણે કંઈ જણાવ્યુ નહી અને કહ્યુ કે, ઘરમાં પ્રસંગ હોય જેથી પછી જણાવીશ. બાદ પુત્ર વિશાલ ફરીવાર ઘરેથી તા.31/10ના રોજ સવારે સ્યુસાઈડ નોટ લખી ઘર છોડીને જતો રહ્યો હતો. જે ઘરમાંથી અમને ગઈ તા.6ના મળી હતી. જે ચિઠ્ઠીમાં વિશાલે લખ્યુ હતં કે, વિજયભાઈ મકવાણા તથા ભાવેશભાઈ મકવાણા પાસેથી તેણે અંદાજે રૂ.1 કરોડ જેટલી રકમ વ્યાજે લીધી હતી અને તેના વ્યાજ પેટે તેણે રૂ.પપ લાખ જેટલી રકમ આપી દીધી હતી. તેમ છતા આ લોકો વ્યાજના હજી રૂ.2.39 કરોડ માંગણી કરતા હોય જે હું આપી શકુ તેમ નથી, કેમ કે તેઓ લીધેલા પૈસા ઉપર 40 ટકા વ્યાજ લગાવતા હતા. જેથી વ્યાજ સહિતની મુળ રકમ અંદાજે રૂ.10 કરોડની માગણી કરે છે. જે હું મારુ બધુ વેચી નાખું તો પણ આપી શકું તેમ નથી. જેથી આ વિજય મકવાણા તથા ભાવેશ મકવાણા આ બન્નેના ત્રાસથી ઘર મુકીને જાઉં છું અને આ વાતને મેં ઘરમાં કોઈને કહી હતી નહી તેવું ચીઠ્ઠીમાં જણાવ્યું હતું.

ફરિયાદીનો પુત્ર ઘર છોડીને જતો રહ્યો હોય તેમ છતા આ વ્યાજખોર વિજય મકવાણા ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરવા આવતો અને ‘જો તમારો દિકરો મારા પૈસા વ્યાજ સહીત નહી આપે તો તેને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બીજી તરફ વ્યાજની રકમની ઉઘરાણી માટે યુવાનના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે 1પ0 ફૂટ રિંગરોડ પર શાત્રીનગરમાં રહેતા દિલિપભાઈ વિનુભાઈ વિરડા (ઉ.વ.36) એ મેટોડામાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિજય નારણ મકવાણા અને ત્રણ અજાણ્યા શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તે મામલતદાર કચેરી કાલાવડ તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ત્રણેક વર્ષથી નોકરી કરે છે. તેનાથી નાનોભાઈ વિશાલ વર્લ્ડ ઈન બોક્સ ક્લાસીસ 1પ0 ફૂટ રીંગ રોડ, ઈન્દીરા સર્કલ પાસે ચલાવે છે. તેઓ રાજકોટથી કાલાવડ દરરોજ કારમાં અપડાઉન કરે છે. ગઈ તા.6ના તે કાલાવડથી સાંજે નોકરી પુરી કરી સાથે નોકરી કરતા વિપુલભાઈ કાલરીયા સાથે કાર લઈને રાજકોટ આવવા રવાના થયા તે દરમિયાન મેટોડા જી.આઈ.ડી.સી. નજીક વડ વાજડી ગામના પહેલા ગેઈટ પાસે પહોચતા એક બાઈક ચાલકે કાર આગળ પોતાનું બાઈક આડુ રાખી દીધુ અને ત્યાં ટ્રાફીક હોય, જેથી કાર ઉભી રાખી હતી. તે દરમ્યાન બે અજાણ્યા માણસો ધોકા સાથે તેઓનો સાઈડ આવી અને લાકડાના ધોકાથી ડ્રાઈવર સાઈડનો દરવાજો તોડી નાખીને કહ્યુ કે, તારો ભાઈ વિશાલ ક્યા છે ? વિજયભાઈના પૈસા દેતો નથી જવાબ દેતો નથી. વિજયભાઈએ કીધુ છે આજ તો તને પતાવી જ દેવો છે તેમ કહી તેમને બહાર કાઢવાની કોશીષ કરી પરંતુ સીટ બેલ્ટ નહી ખુલતા બન્ને શખ્સોએ ધોકાઓથી જેમ ફાવે તેમ મારવા લાગ્યા અને મને માથામાં ઉપરા ઉપરી એકથી વધારે વખત મારવા જતા તેઓએ વચ્ચે હાથ નાખતા બન્ને હાથે માથાના ભાગે તેમજ બન્ને હાથ પગમાં ફ્રેક્ચર જેવી ઈજા કરી નાસી ગયા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક