• બુધવાર, 12 નવેમ્બર, 2025

ગોંડલનાં બાલાશ્રમમાં એક દીકરીનાં લગ્નની શરણાઇ ગુંજશે

 આગામી તા.16એ સગાઈ અને 23મીએ લગ્ન વિધિ : બાલાશ્રમને અનેરો શણગાર કરાશે

ગોંડલ તા.9 : ગોંડલનાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજીએ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમમાં આગામી તા.16 નવેમ્બરે બાલાશ્રમમાં પનાહ લઇ લગ્ન લાયક બનેલી એક દિકરીનો લગ્નોત્સવ

યોજાશે.

નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની એક દિકરી લગ્ન લાયક થતા તેનાં માટે યોગ્ય મુરતિયાની પસંદગી સંપન્ન થયા બાદ હવે આગામી તા. 16 નવેમ્બરને સવારે સગાઈ વિધિ કરાયા બાદ તા. 22 નવે.ના રોજ સવારે મંડપ રોપણ, રાત્રીના દાંડીયા રાસ તેમજ  તા.23 તારીખે લગ્ન વિધિ યોજવા જઈ રહી છે ત્યારે બાલાશ્રમનું મેનેજમેન્ટ સંભાળતા મનસુખભાઈ સખીયાએ લગ્નોત્સવની તૈયારીઓ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે એક દિકરીનાં લગ્ન યોજવા જઈ રહ્યા તે માટે શહેરની વિભિન્ન સંસ્થાઓ આગેવાનો દાતાઓને અપીલ કરી હતી કે કરીયાવર તેમજ કરીયાણાની વ્યવસ્થા થઇ ચુકી હોય દાતાઓએ રોકડ રકમમાં ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી તેના બદલામાં આપે આપેલી રકમની પહોંચ મેળવી લેવા અપીલ કરાઇ છે.

લગ્નોત્સવને લઇને ભાજપ મોવડી મંડળ ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના નેજા હેઠળ  નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, મનસુખભાઈ સખીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલાસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, પિન્ટુભાઈ ચુડાસમા, મનીષભાઈ રૈયાણી, પૃથ્વાસિંહ જાડેજા, પ્રવીણભાઈ રૈયાણી, સંજયભાઈ ધીણોજા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં  લગ્ન ધામધૂમપૂર્વક અને શાહી ઠાઠમાઠથી યોજાય તેવું આયોજન કરાયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક